અમદાવાદ શહેર SOG ક્રાઇમ બ્રાન્ચે નિકોલ વિસ્તારમાંથી ₹48.94 લાખની કિંમતના 489 ગ્રામ 410 મિલીગ્રામ મેફેડ્રોન જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. આ જપ્તીમાં મેફેડ્રોન અને અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ₹49,05,120/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.SOG ક્રાઇમ બ્રાન્ચે નિકોલ વિસ્તારમાંથી ₹48.94 લાખની કિંમતના 489 ગ્રામ 410 મિલીગ્રામ મેફેડ્રોન જપ્ત કરીને 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ કમિશનર, અમદાવાદ શહેર, સંયુક્ત પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ, અને નાયબ પોલીસ કમિશનર, SOG ક્રાઇમ બ્રાન્ચ, દ્વારા અમદાવાદ શહેરમાં નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા માટે કડક કાર્યવાહી કરવા સૂચનાઓ આપવામાં આવી હતી.આ સૂચનાઓના આધારે, મદદનીશ પોલીસ કમિશનર, SOG ક્રાઇમ બ્રાન્ચના સુપરવિઝન અને માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ્પેકટર વી.એચ. જોષી, પોલીસ ઇન્સ્પેકટર એમ.એસ. ત્રિવેદી, અને પો.સબ.ઇન્સપેકટર આર.બી. તેલેના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.હેડ કોન્સ્ટેબલ ગજેન્દ્રસિંહ ઇસરાસિંહ અને હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ગંભીરસિંહને મળેલી બાતમીના આધારે 27 જુલાઈ 2025ના રોજ અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં ભક્તિ સર્કલથી નિકોલ પોલીસ સ્ટેશન તરફ જતા રોડ પર એચ.પી. પેટ્રોલ પમ્પ અને આવકાર હોમ્સ બિલ્ડિંગ વચ્ચે જાહેરમાંથી બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ જેમાં મોડાસા, જી-અરવલ્લીના રહેવાસી પિયુષ સોમાભાઈ પટેલ, અને સચિન પ્રફુલસિંહ પુવાર છે.આરોપીઓના કબ્જામાંથી કોઈ પણ પાસ-પરમીટ વગરનો ગેરકાયદેસર મેફેડ્રોનનો 489 ગ્રામ 410 મિલીગ્રામ જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત ₹48,94,100/- આંકવામાં આવી છે. આ ઉપરાંત અન્ય ચીજવસ્તુઓ પણ મળીને કુલ ₹49,05,120/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
23
previous post

