દાહોદ શહેરમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની માણેકચોક ખાતે આવેલી મુખ્યશાખાના તત્કાલિન મેનેજર ગુરમીત બેદી અને બસસ્ટેશન પાસે આવેલી શાખાના તત્કાલીન મેનેજર મનીષ ગવલેએ તેમની નોકરીના સમયમાં એજન્ટો અને અન્ય લોકો સાથે મળી પાત્રતા ન ધરાવતા હોય તેવા લોકોની ખોટી પગાર સ્લીપો અને દસ્તાવેજો રજૂ કરી કરોડોની લોન મંજૂર કરી દીધી હતી.ઓડિટમાં ગેરરીતિ સામે આવતા હાલના મેનેજર દ્રારા દાહોદ A ડીવીઝન અને B ડીવીઝન પોલીસ મથકે તત્કાલિન 2 મેનેજર સહિત 31 લોકો સામે ફરિયાદ નોધાવતા પોલીસે બંને મેનેજર સહિત 18 લોકો અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.દાહોદમાં માણેકચોક વિસ્તારમાં આવેલી SBIની મુખ્ય શાખામાં 2022માં મેનેજર તરીકે ફરજ બજાવતા ગુરમીત બેદી અને સ્ટેશન રોડ શાખામાં 2021થી મેનેજર તરીકે ફરજ બજાવતા મનીષ ગવલેએ તેમના એજન્ટો અને અન્ય લોકો સાથે મળી પગાર સ્લીપ અને આવકના અન્ય પુરાવા ખરી પગાર સ્લીપ કરતાં વધારે પગાર દર્શાવી તેમજ ખોટા દસ્તાવેજોના આધારે મુખ્ય બ્રાન્ચમાંથી અલગ અલગ લોકોને 4.75 કરોડની લોન તેમજ સ્ટેશન રોડ શાખામાંથી 82 લાખ એમ સાડા પાંચ કરોડથી વધુ લોન મંજૂર કરી હતી.બેન્કના ઓડિટ દરમિયાન ગેરરીતિઓ સામે આવતા હાલના મુખ્ય શાખાના મેનેજર દિપક પવાર દ્રારા દાહોદ A ડીવીઝન પોલીસ મથકે તત્કાલિન મેનેજર ગુરમીત બેદી સહિત 20 લોકોની નામજોગ ફરિયાદ નોધાવી હતી. સ્ટેશન રોડ શાખાના હાલના મેનેજર નિતિન ગોપીરામ પૂડીર દ્રારા દાહોદ B ડીવીઝન પોલીસ મથકે તત્કાલિન મેનેજર મનીષ ગવલે સહિત 11 લોકો વિરુદ્ધ ફરિયાદ નોધાવતા પોલીસે બંને તત્કાલિન મેનેજર, બે એજન્ટ અને લોન લેનારા સહિત 18 જેટલા લોકોની ધરપકડ કરી આગળ ની તપાસ હાથ ધરી છે.જે લોકો પટાવાળા અથવા ડ્રાઈવરની નોકરી કરતાં હતા તે લોકોને ક્લાર્ક અથવા અન્ય કેટેગરીની નોકરી દર્શાવી, તેમજ જે લોકોના ઓછા પગાર હતા. તેમના પગારમાં વધારો દર્શાવી પાત્રતા કરતાં વધારે રકમની ચુકવણી કરી આ ટોળકીએ ગેરરીતિ આચરી હતી. મેનેજર દ્રારા જે દસ્તાવેજોની સાચી ચકાસણી કરવાની હોય તે ચકાસણી કર્યા વગર ખોટી રીતે લોન આપો બેન્કને આર્થિક નુકશાન પહોચડ્યું હતું. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે. હાલ લોન ધારકો ઓછા છે, પરંતુ લોન ધારકોની સંખ્યા પણ વધી શકે છે.
21

