‘મગરથી સાવધાન’ વડોદરા-ભરૂચના રહેણાંક વિસ્તારોમાં વધી મગરોની ગતિવિધિ

by JAYENDRA UPADHYAY
0 comments

ચોમાસાની ઋતુ શરૂ થતા જ નદી, નાળા, જળાશયો અને ખાડીઓમાં પાણીનો સ્તર વધતા મગરોની હિલચાલમાં નોંધપાત્ર વધારો થયો છે. વડોદરા અને ભરૂચ જિલ્લામાં મગર જોવા મળવાના અનેક બનાવોએ નાગરિકોમાં ભય અને ચિંતાનો માહોલ ઊભો કર્યો છે.વડોદરાના નરહરી હોસ્પિટલ વિસ્તારમાં આવેલ વિશ્વામિત્રી નદી પાસેથી 7 ફૂટ લાંબો મગર બહાર આવી ગયો હતો. બ્રિજ પાસે મગરના દેખાવાથી લોકોમાં ભારે ચકચાર મચી હતી અને મોટી સંખ્યામાં લોકો જમાવટ કરી તેને જોવા ઉમટી પડ્યા હતા. ઘટના સમયે તરત જ કેનાઈન ગ્રુપ વડોદરાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ટીમે મગરને સલામત રીતે પકડીને વિશ્વામિત્રી નદીમાં પરત છોડી આપ્યો. સ્થાનિક લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આવા સ્થળે પોતપોતાની સુરક્ષાનું ધ્યાન રાખે અને તાત્કાલિક વન વિભાગને જાણ કરે તેવી અપીલ કરાય છે.હાંસોટ તાલુકાના શેરામાં મહાકાય મગર દેખાવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રેસ્ક્યુ ટીમે સ્થાનિકોના સહયોગથી મગરને પકડી સુરક્ષિત સ્થળે ખસેડ્યો હતો ત્યાર બાદ પછી ગામમાં રાહતનો શ્વાસ લેવાયો હતો.શહેર નજીક આવેલા CISF કેમ્પ પાસે એક મગર વન ખાડીમાં દેખાયો હતો. CISF ના એક કર્મચારીએ મગરનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. આ વીડિયોના આધારે વન વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને પીંજરા મૂકવાનું આયોજન કર્યું છે.આમોદ નજીક ઢાઢર નદીના બ્રિજ પાસે અનેક મગરોના ઝુંડ દેખાતા લોકોમાં ભય ફેલાયો છે. મગરની ગતિવિધિને લઈને લોકો અને વાહન ચાલકો થોડીવાર માટે રોકાઈ ગયા અને ભીડ જામી હોય છે. આ મામલે4આશંકા છે કે આ મગરો વિશ્વામિત્રી નદીના પ્રવાહથી અહીં આવ્યા છે.ભરૂચ-અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઈવે નંબર 8 પર પણ એક મગર જોવા મળ્યો હતો. મુખ્ય માર્ગ પાસે આવેલ ઝરણાંમાં મગર દેખાતા લોકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા. અંકલેશ્વર તરફ જતા માર્ગે જનમેળો લાગ્યો હતો, જેને કારણે ટ્રાફિકમાં અસ્તવ્યસ્તતા સર્જાઈ હતી.વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે મગર જોવામાં આવે ત્યારે કોઇપણ જાતની હડબડી કે ટકરાવ કરવાની જરૂર નથી. તરત જ વન વિભાગ, પોલીસ કે રેસ્ક્યુ ટીમને જાણ કરવામાં આવે અને પોતાનું અને અન્ય લોકોનું જીવ બચાવવામાં સહયોગ આપવા વિનંતી છે.

You may also like

Leave a Comment