ગુજરાત હાઈકોર્ટનો ન્યાય, ભાવનગર શિક્ષકોને આપ્યો પગાર પંચનો લાભ.. પ્રાથમિક શિક્ષક સંઘની મોટી જીત

by JAYENDRA UPADHYAY
0 comments

પગાર પંચની વિસંગતતાને લઈને સરકારને રજુઆત છતાં નિવેડો નહિં આવતા મહાનગરપાલિકાના 423 અને 13 નગરપાલિકાના 1556 શિક્ષકો કોર્ટમાં પોહચ્યા હતા. ગુજરાત હાઇકોર્ટેએ 1996ની વિસંગતતાને લઈને સરકારને તેમની નાણાંની રકમ ચૂકવવા આદેશ જણાયા બાદ નાણાં ભાવનગર મહાનગરપાલિકાના શિક્ષકોને ફાળવાયા છે.ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાના શિક્ષણ સમિતિના શિક્ષકોની પગારની વિસંગતતાનો પ્રશ્નો આખરે હાઈકોર્ટમાં હલ થયો છે. હાઇકોર્ટ દ્વારા સરકારને આદેશ કર્યા બાદ સરકારે 1996થી ચાલી આવતી વિસંગતતાને દૂર કરવા આદેશ કર્યો હતો. જેને લઈને સરકાર દ્વારા શિક્ષકોને તાત્કાલિક અસરથી નાણાંની ચુકવણી પણ કરી આપી છે.ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ ધાંધલાએ જણાવ્યું હતું કે, પાંચમા પગાર પંચની શરૂઆત થઈ ત્યારથી એટલે કે 1/01/1996 પછીની જિલ્લા પંચાયત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 6 મહાનગરો અને 13 નગરપાલિકાના શિક્ષકો હતા. તેમના પગાર ધોરણમાં વિસંગતતા હતી. જેમકે 9 વર્ષ પૂરા થાય એટલે જિલ્લા પંચાયતના શિક્ષકોને 4200 ગ્રેડ-પે મળતો હતો. ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શિક્ષકોને 2800નો ગ્રેડ મળતો હતો. જેને લઈને પગારમાં પાંચથી દસ હજારની નુકસાની થતી હતી.ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શૈલેષભાઈ ધાંધલાએ જણાવ્યું હતું કે, આ બાબતને લઈને અમે સરકારમાં અનેક રજૂઆતો કરી પણ રજૂઆતનું પરિણામ નહીં મળતા ભાવનગરના 423 અને જુદી જુદી નગરપાલિકાના 1556 શિક્ષકોએ ગુજરાત હાઇકોર્ટમાં રીટ કરી હતી. હાઇકોર્ટ દ્વારા ચુકાદો આવી ગયો છે. જેને 9 વર્ષ પૂર્ણ થતા હોય તેને પહેલેથી જે ચડત નાણાં હોય તે ચૂકવવાનો આદેશ થયેલો છે. ભાવનગર મહાનગરપાલિકા પણ આવા 423 શિક્ષકો હતા. 423 શિક્ષકોને અંદાજો 32 થી 33 કરોડની રકમ થતી હતી. તે પણ ચૂકવી આપવામાં આવી છે અને જે પગાર બિલની અસર હતી તે પણ અમને મળી ગઈ છે અને વિસંગતતાનો પ્રશ્ન હલ થઈ ગયો છે. જિલ્લા પંચાયત અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જે 12/10/2022નો સરકારનો કરેલો ઠરાવ હતો તેની પણ વીસંગતતા દૂર થઈ છે.મહાનગરપાલિકાના શિક્ષણ સમિતિના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ શૈલેષ ધાંધલાએ જણાવ્યું હતું કે, ગુજરાતના કુલ 1556 શિક્ષકો હતા તેને 102 કરોડ જેવી ચુકવણી કરવાની હતી. કોર્ટ દ્વારા સ્પષ્ટ કહેવાયું હતું કે 102ના 500 કરોડ થાય તો પણ સરકારે તેને ચૂકવવાના રહેશે તેના માટે છેલ્લી 10 તારીખ આપવામાં આવી હતી. જો કે ભાવનગર મહાનગરપાલિકા શિક્ષણ સમિતિ દ્વારા તાત્કાલિક અસરથી 33 કરોડ જેવી રકમ ચૂકવી આપવામાં આવી છે. આ સાથે અન્ય નગરપાલિકાના શિક્ષકોને પણ તેમના ખાતામાં નાણાં આપવામાં આવ્યા છે. શિક્ષણ સમિતિ દ્વારા પણ નાણાંની ચુકવણીની પ્રેસ નોટ જાહેર કરાઇ છે.

You may also like

Leave a Comment