અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન, CWCની બેઠકમાં ખડગેએ કહ્યું, કોંગ્રેસ પક્ષને બંધારણની રક્ષા કરતા આવડે છે

by JAYENDRA UPADHYAY
0 comments

અમદાવાદ: આજથી 8 એપ્રિલથી 9 એપ્રિલ એમ બે દિવસમાં અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાઈ રહ્યું છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સો વર્ષ પહેલા સ્વતંત્ર લડત માટે કોંગ્રેસની વિચારધારાને વરી કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. આ સાથે સરદાર સાહેબની ૧૫૦મી જન્મજયંતીનું વર્ષ ૨૦૨૫ છે. વર્ષ ૧૯૬૧ પછી એટલે કે ૬૪ વર્ષ પછી ગુજરાતમાં AICCનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. આજે ૮ એપ્રિલે રોજ શાહીબાગના સરદાર સાહેબના ઐતિહાસિક ‘સરદાર સ્મારક’માં સવારે ૧૧:૩૦ કલાકે મહત્વની ‘કોંગ્રેસ વર્કિંગ કમિટી’ની બેઠક યોજાઈ રહી છે, બેઠક અને અધિવેશનમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી અમદાવાદ પહોંચી ગયા છે.

You may also like

Leave a Comment