અડધા ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે!

અમદાવાદ
2 એપ્રિલે હવામાન વિભાગે ઘણા રાજ્યોમાં તોફાન અને વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ઘણા રાજ્યોમાં હવામાન શુષ્ક રહેશે. આકાશ ચોખ્ખું રહેશે અને તીવ્ર સૂર્યપ્રકાશ સાથે હીટ વેવની શક્યતા છે. હાલમાં હવામાનની પેટર્ન સતત બદલાઈ રહી છે. વિભાગે પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરી છે. ગુજરાતમાં વરસાદ આવવાનો છે, અને તેનો અણસાર પણ શરૂ થઈ ગયો છે. ચૈત્ર મહિનાનો આ માવઠુ શહેરીજનોને ગરમીમાં ઠંડક આપશે પણ ખેડૂતોને મોટું નુકસાન કરશે. ત્યારે ક્યાં ક્યારે આવવાનો છે વરસાદ?
ગુજરાતના ખેડૂતો, ગુજરાતના શહેરીજનો અને ગુજરાતના ગ્રામજનો સાવધાન. ગુજરાતમાં આવવાનો છે વરસાદ. હા, રાજ્યમાં ભર ઉનાળે મેઘરાજા મનમુકીને વરસે તો નવાઈ ન પમાડતાં. કારણ કે સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી આપણા હવામાન વિભાગે કરી છે. ક્યાંક માવઠું તો ક્યાંક હિટવેવની આગાહી છે. એટલે કે ગુજરાતના કોઈ વિસ્તારમાં આકાશમાંથી અગનગોળા વરસશે. જ્યારે કોઈ વિસ્તારમાં આકાશમાંથી મેઘરાજા વરસશે.

હવામાન વિભાગે જ્યાં વરસાદની આગાહી કરી છે તેમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. હવે તમે એ પણ જાઈ લો ક્યાં-ક્યારે વરસાદ પડવાનો છે…તો 2 એપ્રિલે ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે…તો વાત ત્રણ એપ્રિલની કરીએ તો, છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી છે.

હવામાન વિભાગની આગાહીની અસર પણ ગુજરાતમાં દેખાવા લાગી છે. ડાંગ જિલ્લામાં કેટલીક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે…સુરત, વાપી, વલસાડ અને નવસારીમાં કાળાદિબાંગ વાદળો દેખાઈ રહ્યા છે. ગમે ત્યારે વરસાદ તુટી પડે તેવી સંભાવના છે. વાદળછાયા વાતાવરણથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે.

જો વરસાદ આવ્યો તો ગરમીથી શહેરીજનોને રાહત અવશ્ય મળશે…પરંતુ આ વરસાદ ખેડૂતો માટે નવી આફત લઈને આવશે તે નક્કી છે. હાલ કેરી અને ચીકુની સિઝન છે. આ બન્ને પાકમાં જો નુકસાન જશે તો કેરીની મીઠાશ લોકોને મોંઘી પડશે. ગીર સોમનાથ, અમરેલી ,ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી છે. મહારાષ્ટ્ર તરફ સાયક્લોનિક સર્ક્યુલેશ સર્જાતા પવનમાં ભેજનું પ્રમાણ વધ્યું છે. તેના કારણે ગરમી અને માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે.

સમગ્ર દેશમાં હવામાનની પેટર્ન બદલાઈ રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી કેટલીક જગ્યાએ ગરમીનું મોજું, ઝરમર વરસાદ અને ગરમી જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં છેલ્લા 3 દિવસમાં તાપમાનમાં ઝડપથી વધારો થયો છે. આગામી દિવસોમાં ગરમી પોતાનો પ્રકોપ બતાવી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી 2-3 દિવસમાં UP, દિલ્હી-NCR, બિહાર, હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં તાપમાન વધુ વધશે. આગામી 24 કલાક દરમિયાન વિદર્ભ, મધ્યપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં 40-60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. ઘણી જગ્યાએ તોફાન સાથે વીજળી પડવાની ચેતવણી પણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે.

 

About JAYENDRA UPADHYAY

Check Also

અરબી સમુદ્રમાં તોળાતું વાવાઝોડું : ગુજરાતમાં 22મેથી ભારે વરસાદની ચેતવણી

આંદામાન નિકોબાર ટાપુ ,બંગાળની ખાડીમાં 8- 9 દિવસ વહેલું પ્રવેશેલું નૈઋત્યનું ચોમાસુ વહેલાની સાથે વેગીલું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?