જૂનાગઢમાં શહેરની મધ્યમાં આવેલું અને એક સદી કરતા પણ વધારે જૂનું નરસિંહ મહેતા સરોવર છેલ્લા ત્રણ વર્ષથી તેના વિકાસના કામોને લઈને હવે શાસક અને વિપક્ષ વચ્ચે આક્ષેપ પ્રતિ આક્ષેપનું માધ્યમ પણ બની રહ્યું છે. જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતાઓ વચ્ચે આજે જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નરસિંહ મહેતા સરોવરના વિકાસના કામોને લઈને વધુ 07 કરોડ અને 40 લાખ રૂપિયાના કામોને મંજૂર કરવામાં આવ્યા છે તેની સામે વિપક્ષે અનેક સવાલો ઊભા કર્યા છે.ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022/23માં નરસિંહ મહેતા સરોવરનું કામ શરૂ કરવાનો વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો ત્યારે આ તેના માટે રૂપિયા 60 કરોડ 69 લાખ મંજૂર કરવામાં આવ્યા હતા. તે સમયે આ કાર્યને પૂરૂ કરવાની સમયમર્યાદા 18 મહિનાની રાખવામાં આવી હતી પરંતુ નિર્ધારિત સમય કરતા બમણો સમય વિતી ચૂક્યો હોવા છતાં કાર્ય પૂર્ણ થયેલ નથી. વળી, તેમાં વધારાના 7 કરોડ 40 લાખ રૂપિયાના ખર્ચની મંજૂરી આપવામાં આવી છે. આમ વિપક્ષે કામગીરીમાં વિલંબ અને ભ્રષ્ટાચાર આક્ષેપ લગાવ્યા છે.નરસિંહ મહેતા સરોવરના રિનોવેશન કામને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવી બેન ઠાકરે ઈટીવી ભારતને આપેલી એક્સપ્લુઝિવ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ‘શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવર બાળકો મહિલા પુરુષ યુવાનો અને વૃદ્ધો માટે પર્યટનનું શ્રેષ્ઠ સ્થળ બનવા જઈ રહ્યું છે જેથી લોકોને પર્યટનની સારી મજા આવે તે માટે અલગ અલગ પ્રકલ્પો પાછળથી ઉમેરવાનું નક્કી થયું છે જેની પાછળ વધારાના સાત કરોડ અને 40 લાખ જેટલી રકમ આજની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક માં મુળ રકમ સાથે વધારાની રકમ તરીકે ફાળવવામાં આવી છે.’બીજી તરફ વિપક્ષના નેતા લલતિ પરસાણાએ આ બાબતે જણાવ્યું કે, ‘નરસિંહ મહેતા સરોવરના રિનોવેશન પાછળ વર્ષ 2022/23 માં નિર્ધારિત કરેલી 60 કરોડ 69 લાખ રકમમાં કામ દોઢ વર્ષમાં પૂરું કરવાનું હતું જેની સામે આજે ત્રણ વર્ષ થયા છતાં પણ કામ હજુ અવિરત પણે ચાલી રહ્યું છે જેને કારણે જૂનાગઢ ની પ્રજાના ટેક્સના પૈસા રીનોવેશનના કામમાં ખોટા ખર્ચ થઈ રહ્યા છે સમય મર્યાદામાં કામ પૂર્ણ થયું હોત તો આટલા રૂપિયા જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્વ ભંડોળ માં જમા થયા હોત જેનો ઉપયોગ વિકાસ અન્ય કામો માટે ઉપયોગમાં લઈ શકાયા હોત જેના નામની સાથે સરોવરનું નિર્માણ 100 વર્ષ પૂર્વે થયું છે તેવા નરસિંહ મહેતાની પ્રતિમા મૂકવાનું પણ શાસકો ભૂલી ગયા હતા જે વિપક્ષે સુચવતા અંતે નરસિંહ મહેતાની પ્રતિમા સરોવર કાંઠે મૂકવાનું નક્કી કરાયું છે.’
131

