પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટી પડતાં 6નાં મોત

by admin
0 comments

પાવાગઢમાં ગુડ્સ રોપવે તૂટી પડતાં 6નાં મોત

પાવાગઢ, તા.૦૬ : પાવાગઢના પ્રસિદ્ધ શક્તિપીઠ ખાતે આજે દુર્ઘટના સર્જાઈ હતી. અહીં માલવાહક રોપવેનો તાર તૂટી પડતાં 6 લોકોનાં મોત થયાં છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિક તેમજ અન્ય 2 લોકોનો સમાવેશ થાય છે. આ ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા હોવાનું જાણવા મળે છે.

દુર્ઘટના સમયે વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની હતી. સાવચેતીના ભાગરૂપે શ્રદ્ધાળુઓ માટેનો યાત્રિક રોપવે બંધ કરી દેવાયો છે.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તથા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને રાહત કામગીરી શરૂ કરી દીધી હતી. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પ્રયત્નો ચાલુ છે.

👉 આ બનાવને કારણે પાવાગઢ વિસ્તારમાં ચિંતા અને ભયનું વાતાવરણ વ્યાપી ગયું છે.

You may also like

Leave a Comment