આજે વાગડ વિસ્તારના રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સખ્ત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે સાંજે પાંચ વાગ્યા બાદ રાપર તાલુકા ના ફતેહગઢ લોદ્રાણી નાગપુર આણંદપર વૃજવાણી સહિત ના ગામો મા વરસાદ ના ઝાપટા વરસ્યા હતા તો તાલુકા મથકે વરસાદ નો માહોલ જોવા મળ્યો હતો પરંતુ સાજ ના છ વાગ્યા સુધી વરસાદ નું આગમન થયું હતું જોત જોતા મા રાપર શહેરમાં અડધી કલાક મા દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જેના લીધે શહેર ની મુખ્ય બજારમાં નદી વહી નિકળી હતી ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો છેલ્લા બે દિવસ થી સખ્ત ઉકળાટ ભર્યા વાતાવરણ વચ્ચે વરસાદ નો માહોલ જોવા મળ્યો હતો પરંતુ વરસાદ નુ આગમન થયું ના હતુ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા હતા જે ચોમાસુ પાક કે જે તૈયાર થઈ ગયો છે જે બળી જવાની તૈયારીમાં હતો ત્યારે વરસાદ ના ઝાપટા પડતાં ઉભા પાક ને જીવતદાન મળ્યું હતું આજે દિવસ ભર વરસાદ ના માહોલ જોવા મળ્યો હતો પરંતુ વાગડ વિસ્તારમાં મેઘરાજા ના રીસાંમણાં રહ્યા હતા જે આજે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ના ઝાપટા વરસ્યા છે એટલે લોકો ને આશા બંધાઈ છે
36

