વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં GAS અધિકારીની આત્મહત્યા

by admin
0 comments

વસ્ત્રાપુરની સરકારી વસાહતમાં GAS અધિકારીની આત્મહત્યા

ગાંધીનગર સચિવાલયમાં ફરજ બજાવતા મનોજકુમાર પૂજારા મૃત હાલતમાં મળ્યા

અમદાવાદ, તા. ૪:
શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (GAS) કેડરના અધિકારી મનોજકુમાર પૂજારાએ પોતાના નિવાસસ્થાને આત્મહત્યા કરી લીધી હોવાનું બહાર આવ્યું છે.

બુધવારે સવારે લગભગ ૧૧ વાગ્યે આ ઘટના પ્રકાશમાં આવી હતી. રોજની જેમ પુજારાના ડ્રાઈવર તેમને લેવા માટે ઘરે પહોંચ્યા હતા. ફોન પર સંપર્ક ન થતાં તેમણે સીધું જ તેમના ઘરે જઈ દરવાજો ખોલ્યો ત્યારે અંદર લટકતી હાલતમાં પુજારા મૃત મળી આવ્યા હતા.

પોલીસ સૂત્રો મુજબ, પૂજારા છેલ્લા ૧૧ વર્ષથી એકલા રહેતા હતા. છૂટાછેડા લીધેલા હોવાથી તેઓ પરિવારથી અલગ હતા, જ્યારે તેમનો પુત્ર મુંબઈમાં રહે છે. ઘટનાસ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી નથી.

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં એકલતા કારણભૂત હોવાનો અંદાજ વ્યક્ત થયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

રાજ્ય સચિવાલયમાં ફરજ બજાવતા શાંત અને શિસ્તબદ્ધ અધિકારી તરીકે ઓળખાતા પુજારાના અવસાનથી સહકર્મીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

You may also like

Leave a Comment