દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરમાં ગણેશોત્સવની ધૂમ મચી રહી છે. અમદાવાદના ઉસ્માનપુરા વિસ્તારમાં આવેલ ચાંપાનેર સોસાયટી ખાતેનું સાંઈ ગણેશ મિત્ર મંડળ, જેને ‘કર્ણાવતીચા મહારાજા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આ વર્ષે એક અનોખી થીમ સાથે ગણેશોત્સવની ઉજવણી કરી રહ્યું છે.”આ વર્ષે રાજસ્થાનના પ્રખ્યાત ભગવાન શ્રી ખાટુશ્યામજીને સમર્પિત થીમ પર મંડપ સજાવ્યો છે. ખાટુશ્યામજી, જેમને ‘હારે કા સહારા’ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમની ગાથા અને બર્બરિક (ભીમના પૌત્ર)ની કથા પણ અહીં પ્રસ્તુત કરવામાં આવશે.”આ ભવ્ય આયોજન માટે મંડળના 50-60 સભ્યો છેલ્લા ત્રણ મહિનાથી સતત મહેનત કરી રહ્યા છે. આ મંડળની સ્થાપના તેમના સ્વર્ગીય પિતા વિનોદભાઈ ધૂલેએ 65 વર્ષ પહેલાં કરી હતી. ગણેશોત્સવ ઉપરાંત આ મંડળ નવરાત્રી અને હોળી જેવા તહેવારોની પણ ઉજવણી કરે છે.લોકમાન્ય તિલકે શરૂ કરેલી હિન્દુત્વની ભાવનાને ફરી જગાડવા પર તેઓ ધ્યાન કેન્દ્રિત કરે છે. તેથી તેમના કાર્યક્રમોમાં કોઈ અશ્લીલ નૃત્ય કે ગીતો હોતા નથી. આરતી પછી અહીં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. આ ઉપરાંત મંડળ ગણેશ મૂર્તિને લઈ પર્યાવરણનું પણ ધ્યાન રાખે છે. આ વર્ષે પણ માટીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે. તેઓ પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) નો ઉપયોગ ટાળે છે. તેઓએ સ્થળ પર જ વિસર્જન કરવાની પહેલ કરી છે, જેથી પર્યાવરણને નુકસાન ન થાય.આ મંડળ માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ સામાજિક જાગૃતિ ફેલાવવાનું કામ પણ કરે છે. તેઓ ટ્રાફિક જાગૃતિ, “બેટી બચાવો” અને “પાણી બચાવો” જેવા મહત્વના મુદ્દાઓ પર લોકોને સંદેશ આપે છે. શ્રી ગણેશ મિત્ર મંડળનો આ ભવ્ય પ્રયાસ ખરેખર સુંદર છે. જે ધર્મ, સંસ્કૃતિ અને સામાજિક જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.
31

