આદિપુર, 2 ઑગસ્ટ – નારી વંદના ઉત્સવની ઉજવણીની અંતર્ગત “મહিলা સુરક્ષા દિવસ” ની થીમ આધારિત એક ખાસ કાર્યક્રમનું આયોજન આદિપુર મહિલા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં શી ટીમ અને 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટીમ પણ સંયુક્ત રૂપે જોડાઈ હતી.
આદિપુરની સરસ્વતી વિદ્યાલય ખાતે યોજાયેલા આ જાગૃતિ કાર્યક્રમમાં મહિલાઓને તેમની સુરક્ષા માટે જરૂરી માહિતી આપવામાં આવી. આદિપુર મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. શ્રી એન.બી. ડોડીયાએ શી ટીમની કામગીરી અને તાત્કાલિક સહાય મેળવવાના વિધાન વિશે વિસ્તૃત જાણકારી આપી.
181 હેલ્પલાઇનથી નિરૂપાબેન બારડએ મહિલાઓ માટે ઉપલબ્ધ સેવા અને કટોકટીમાં તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું.
કાર્યક્રમ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન ઈશ્વરભાઈ અને આશાબેન રાજેશભાઈ સહિત અન્ય સ્ટાફના કર્મચારીઓ પણ ઉપસ્થિત રહ્યા.
આ કાર્યક્રમનો મુખ્ય હેતુ મહિલાઓમાં સુરક્ષા બાબતે જાગૃતિ લાવવાનો અને આપત્તિના સમયે મદદ કેવી રીતે મેળવવી તે અંગે પ્રાયોગિક માર્ગદર્શન આપવાનો રહ્યો.

