ઇડરની કાનપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો શાળાના ગ્રાઉન્ડમાં બેસી વિરોધ

by JAYENDRA UPADHYAY
0 comments

ઇડરની કાનપુર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન ગણિતના શિક્ષક સામે વિરોધ નોંધાવી શિક્ષકની બદલી ન થાય ત્યાં સુધી શિક્ષણથી અળગા રહેવાનો નિર્ણય કરાતા આજે વાલીઓ સહિત વિધાર્થીઓએ શાળાના ગ્રાઉન્ડમાં બેસી શિક્ષક સહિત શિક્ષણ વિભાગ સામે ભારે રોષ ઠાલવ્યો હતો. ગણિત વિજ્ઞાનનું શિક્ષણ ચોક્કસ શિક્ષક દ્વારાના અપાતું હોવાની સાથો સાથ ફરજ દરમિયાન લાપરવાહી દાખવતા સરકારી શિક્ષક સામે વિદ્યાર્થીઓ વાલીઓ સહિત SMCએ રોષ વ્યક્ત કર્યો હતોસાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની કાનપુર પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8માં 160 કરતાં વધુ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થીની અભ્યાસ કરી રહ્યા છે. સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ગણિત વિજ્ઞાનના હિતેશ પટેલ નામના શિક્ષક દ્વારા ચોક્કસ શિક્ષણ તેમજ અશોભનીય વર્તન કરવામાં આવતું હોવાની લેખિત રજૂઆતો કરાઈ હતી. એક માસ અગાઉ શાળાના એસએમસી તેમજ વાલીઓ દ્વારા તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગમાં શિક્ષકની બદલીને લઈને લેખિત રજૂઆતો કરાઈ છે.ગણિત વિજ્ઞાનનું શિક્ષણ ચોક્કસ શિક્ષક દ્વારા ના અપાતું હોવાની સાથોસાથ ફરજ દરમિયાન લાપરવાહી દાખવતા સરકારી શિક્ષક સામે વિદ્યાર્થીઓ વાલીઓ સહિત SMCએ રોષ વ્યક્ત કર્યો હતો. તાલુકા શિક્ષણ અધિકારી કાનપુર પ્રાથમિક શાળાની મુલાકાતે પહોંચ્યા હતા. વાલીઓ સહિત વિદ્યાર્થીઓની માંગ સામે શિક્ષકને બદલી કરવા માટેના લેખિત રજૂઆતો બાદ પણ તંત્ર ન સાંભળતું હોવાના આક્ષેપ કરાયા છે.એક તરફ રાજ્ય સરકાર તેમજ શિક્ષણ વિભાગ સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોના શિક્ષણનો પાયો મજબૂત થાય તે હેતુથી લાખો તેમજ કરોડો રૂપિયાની ગ્રાન્ટ થકી બાળકોને ઉચ્ચ શિક્ષણ આપવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. જો કે ઇડરના કાનપુર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરાવનાર હિતેશ પટેલ નામના શિક્ષક સામે છેલ્લા એક માસથી ગ્રામજનો તેમજ વાલીઓ સહિત વિદ્યાર્થીઓનો વિરોધ બાદ પણ શિક્ષકની બદલી ન થતા વાલીઓએ પોતાના બાળકોને શાળામાં ન પ્રવેશી શાળાના ગ્રાઉન્ડમાં બેસાડી ગણિત વિજ્ઞાનના શિક્ષક સામે પોતાનો રોષ ઠાલવ્યો હતો.શાળામાં ફરજ દરમિયાન શિક્ષક બાળકોને શિક્ષણ આપવાની બદલે ચાલુ ફરજ દરમિયાન હિતેશ પટેલ નામનો શિક્ષક મોબાઈલ તેમજ વિડીયો કોલ સહિત અશોભનીય વર્તન કરતો હોવાના પણ આક્ષેપ કરાયા છે. તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઝડપથી કાનપુર પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકની બદલી થાય તે પ્રમાણેની ઉગ્ર માંગ કરાઈ છે.

You may also like

Leave a Comment