જુનાગઢના ભવનાથ મંદિરનો વહીવટ કાલથી પ્રાંત અધિકારીને સોંપાશે

by JAYENDRA UPADHYAY
0 comments

છેલ્લા 6 મહિનાથી ભવનાથ મંદિરના મહંતને લઈને ધર્મ સંસ્થા સાથે જોડાયેલા સંન્યાસીઓમાં એક પ્રકારનો ગજગ્રાહ ચાલી રહ્યો હતો. સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ભવનાથ મંદિરના મહંત હરિગીરીની મુદત 31 જુલાઈ 2025ના દિવસે પૂર્ણ થતા આજે જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા આવતી કાલથી ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણૂક કરી છે. નવા મહંતની વરણી ન થાય ત્યાં સુધી પ્રાંત અધિકારી મંદિરના વહીવટદાર તરીકે કામ કરતા જોવા મળશે.જૂનાગઢમાં આવેલું ભવનાથ મહાદેવ મંદિર જ્યાં મહા શિવરાત્રી અને લીલી પરિક્રમાનો સૌથી પાવનકારી મેળો યોજાય છે. ભવનાથ મંદિરમાં આસ્થા ધરાવનાર શિવ ભક્તો સમગ્ર દેશ અને દુનિયામાં છે, તે મંદિરના મહંતને લઈને છેલ્લા 6 મહિના કરતાં વધારે સમયથી સન્યાસીઓના જ કેટલાક સમુદાયો વચ્ચે મંદિરના મહંત પદને લઈને જે ગજગ્રાહ ચાલી રહ્યો હતો. આજે જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને 31 જુલાઈ 2025 બાદ ભવનાથ મહાદેવ મંદિરના વહીવટદાર તરીકે જવાબદારી નીંભાવવાનો આદેશ કર્યો છે.કેટલાક સમય થી વર્તમાન મહંત હરીગીરી અને ભુતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી વચ્ચે મહંત પદ પરથી હરીગીરીને દૂર કરવા જોઈએ તે વાતને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. જેમાં આજે વર્તમાન મહંત હરીગીરીની મહંત તરીકેની નિમણૂક આજે વિધિવત રીતે સરકારના આદેશ પ્રમાણે પૂર્ણ થાય છે, ત્યારે નવા મહંતની નિમણૂક પ્રક્રિયા પ્રગતિમાં હોય જ્યાં સુધી નવા મહંતની નિમણૂક ન થાય ત્યાં સુધી જુનાગઢના પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલને ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો છે.ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે નિમાયેલા ચરણસિંહ ગોહિલે માધ્યમોને વિગતો આપતા જણાવ્યું હતું કે, આજે વર્તમાન મહંત હરિગીરીનો કાર્યકાળ સરકારી નિયમ પ્રમાણે પૂર્ણ થાય છે. જેથી તેઓ ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે કામગીરી સંભાળી રહ્યા છે. હાલ જે મંદિરમાં શિવ ભક્તો અને યાત્રાળુઓ માટે દર્શન સહિતની તમામ વ્યવસ્થાઓ જે પહેલેથી ચાલતી આવે છે, તેને પૂર્વપત રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ સમય દરમિયાન જે પુજારી આજના દિવસે મંદિરની ધાર્મિક વિધિ અને આરતી સહિત બીજા ધર્મ કાર્યોમાં જોડાયેલા છે, તે તમામ કર્મચારીઓને પણ તેની જગ્યા પર પૂર્વતત રાખવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.શ્રાવણ મહિનો પૂર્ણ થયા બાદ ફરી એક વખત મંદિરમાં યાત્રાળુઓ અને શિવ ભક્તો તેમજ દર્શનાર્થે આવતા દર્શનાર્થીઓની સેવામાં કઈ રીતે વધારો થઈ શકે, તેમજ ધર્મસ્થાનનું વાતાવરણ સ્વચ્છ અને પવિત્ર બની રહે તે માટે તેમના દ્વારા પ્રયાસો કરવામાં આવશે. હાલ ભવનાથ મંદિર ટ્રસ્ટ નીચે જેટલી પણ મિલકતો નોંધાયેલી છે. તે તમામ મિલકતોમાં 1લી ઓગસ્ટથી વહીવટદારનું શાસન લાગુ પડવા જઈ રહ્યું છે. જેથી ભવનાથ મંદિરની સાથે મંદિરની તમામ સ્થાવર કે જંગમ મિલકત પર એકમાત્ર વહીવટદાર તરીકે તેઓ કાર્યરત રહેશે વર્તમાન મહંત હરીગીરીની મુદત આજે પૂર્ણ થતા તેઓને મંદિર પરિસરમાં મહંત તરીકેની કોઈ પણ પ્રકારની સેવાઓનો લાભ મળશે નહીં.

You may also like

Leave a Comment