ગુજરાત હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સર્વત્ર જગ્યાએ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. ઉતર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદનો જોર વધી રહ્યું છે. શ્રાવણ માસમાં શ્રીકાર મેઘરાજા વરસવાના આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં 30મી જુલાઈ સુધી 27થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આજે છોટાઉદેપુર, નર્મદા, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે આવતીકાલે 27મી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં રેડ એલર્ટ છે અને 28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી મુજબ આગામી સાત દિવસ હજુ પણ વરસાદની સંભાવના છે. જેના પગલે રાજ્યભરમાં આગામી સાત દિવસ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વધુમાં તારીખ 27 જુલાઈના રોજ દાહોદ, પંચમહાલ અને છોટાઉદેપુર તથા 28 જુલાઇના રોજ બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 26 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર વધશે. આગામી સાત દિવસ ગુજરાતમાં સતત યલો એલર્ટ છે. જ્યારે તારીખ 27 અને 28 ના રાજ્યના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લામાં અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલી જેવા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. માછીમારોને 24 થી 26 જુલાઈ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.
26
previous post

