કીમ વિસ્તારમાંથી પસાર થતા સ્ટેટ હાઇવે નં. 65 પર રખડતા ઢોર લોકજીવન માટે આફત રૂપ બન્યા છે. ગઈકાલે મોડી રાત્રે 2 બાઇક સાથે ઢોર અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમાં પતિ–પત્નિ અને તેમનાં બાળક સહિત અન્ય બાઇક પર સવાર એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. આ અકસ્માતમાં પતિ, પત્નિ અને બાળકનાં હાથ પગ અને શરીરનાં વિવિધ ભાગે ઇજાઓ પહોંચતા જેમને તાત્કાલીક ધોરણે નજીકની હોસ્પિટલ ખાતે સરાવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે બીજી બાઇક ઉપર સવાર મહિલા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હોવાનું જાણવા મળ્યુ હતુ.સ્થાનિક રહીશોનાં જણાવ્યા અનુસાર અગાઉ પણ આ માર્ગ પર ઢોરનાં કારણે અનેક અકસ્માતો થયા છે. સ્થાનિકોએ તંત્રને લેખીત અને મૌખીક રીતે રજૂઆત કરી હોવા છતા કોઇ જ પગલા લેવામાં આવ્યા નથી. ઢોર પકડવાનું સુચીત દળ દેખાતું નથી, અને ન તો રસ્તા પર કોઈ સુચક ચિહ્નો કે બેરીકેટ મુકવામાં આવ્યા છે. સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચાતા હોવા છતા આસપાસનાં ગામડાઓ અને નગરોમાં રખડતા ઢોરોનો કાબુથી બહાર નિકળી જવાનાં કારણે સામાન્ય જનતા જીવનાં જોખમ સાથે રોજીંદા જીવન પસાર કરી રહી છે.જોખમ માત્ર ઢોર પુરતુ નહીં પણ કીમ રેલ્વે ઓવર બ્રીજ ઉપર લાઇટની સુવિધા ન હોવાનાં કારણે આખુ વિસ્તાર અંધકારમય રહે છે. ખાસ કરીને સાંજ પછી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આ અંધારૂ જીવલેણ સાબીત થતુ જાઇ છે. અંધારામાં ઢોરો દેખાતા નથી. આવા સમયે અકસ્માતોની સંભાવના અનેકગણી વધી જાઈ છે. સ્થાનિકો વારંવાર લાઇટ લગાવવાની માંગણી કરતા આવ્યા છે. છતા તંત્ર દ્વારા કોઇ સુસજ્જ અને સ્થાયી વ્યવસ્થા કરવામાં આવી નથી. અંધારૂ અને ઢોર બંને મળીને રસ્તાઓને મોતનાં ફાંસા સમાન બનાવી રહ્યા છે. હાલ તો તંત્રની આ ઉંઘ અને ઉદાસીનતા સામે લોકોમાં આક્રોષ વ્યાપી રહ્યો છે. પરંતુ શું તંત્ર માત્ર બનાવ પછી કાર્યવાહી કરશે કે બનાવ થવાનાં પહેલા જ જાગશે જેવા પ્રશ્નો સ્થાનિક રહીશોમાં ઉઠી રહ્યા છે.
28
previous post

