ભાવનગર જિલ્લામાં તલના મર્યાદિત વાવેતર વચ્ચે ભાવ ઊંચકાયા

by JAYENDRA UPADHYAY
0 comments

ભાવનગર જિલ્લામાં ખેડૂતો તલનું વાવેતર નિયમિત રીતે કરી રહ્યા છે. મર્યાદિત ખેડૂતો વાવેતર કરી રહ્યા છે ત્યારે તેની આવક અને ભાવમાં છેલ્લા 5 વર્ષમાં વધારો જોવા મળી રહ્યો છે. શિયાળો આવવાની તૈયારી છે તેવામાં તલના ભાવમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.ભાવનગર જિલ્લામાં કપાસ, મગફળી અને ડુંગળીનું મોટાપાયે વાવેતર થાય છે પરંતુ જિલ્લામાં કેટલાક ખેડૂતો વર્ષોથી તલના વાવેતરને પણ જાળવી રાખવામાં અગ્રેસર રહ્યા છે. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં હાલમાં ઉનાળુ તલની આવક ધીરે ધીરે પૂરી થઈ રહી છે. ભાવનગર જિલ્લામાં તલનું ઉત્પાદન અને તેના ભાવ છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતોને કેવા મળવા પાત્ર થયા છે.શિયાળો આવતાની સાથે જ લોકો તલની બનાવટને લઈને આરોગવાની તૈયારી કરતા હોય છે. જો કે ભાવનગર જિલ્લામાં તલનું મર્યાદિત માત્રામાં વાવેતર થાય છે ત્યારે માર્કેટિંગ યાર્ડમાં 22 જુલાઈની છેલ્લી આવક પ્રમાણે જોઈએ તો કાળા તલની 63 ગુણી આવક થઈ હતી. જેના સૌથી ઓછા ભાવ 2900 અને વધુ ભાવ 3800 મણના મળવા પાત્ર થયા હતા, ત્યારે સફેદ તલમાં 88 ગુણીની આવક થઈ હતી. જ્યારે તેમાં સૌથી ઓછા ભાવ 1440 અને વધુ ભાવ 1900 મળવા પાત્ર થયા હતા. હાલમાં તલની આ વખતે ધીરે ધીરે આવક ઘટી રહી છે. ઉનાળુ તલ ધીરે ધીરે પૂર્ણતાના આરે આવી રહ્યા છે.ભાવનગર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અરવિંદ ચૌહાણે જણાવ્યું હતું કે ખાસ કરીને ચોમાસુ અને ઉનાળુ તલ થતા હોય છે. પરંતુ ઉનાળુ તલ સારા પ્રમાણમાં થતા હોવાથી તેની આવક ચોમાસાના અંત સુધી રહેતી હોય છે. જો કે ભાવનગર જિલ્લામાં મર્યાદિત માત્રામાં તલનું વાવેતર થાય છે. 2019થી અત્યાર સુધી જોઈએ તો આવકમાં 2019-20 માં 16,382 જ્યારે 2020-21 માં 24,227, વર્ષ 2021-22 માં 32,899, વર્ષ 2022-23માં 27,360,વર્ષ 2023-24 માં 13,761, જ્યારે વર્ષ 2024- 25માં 19,472 ની આવક થવા પામેલી છે.ભાવનગર જિલ્લામાં તલની આવકને લઈને માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અરવિંદભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે 2019-20 માં 10,985 ક્વિન્ટલના ભાવ મળ્યા હતા જેમાં મણનો ભાવ 2197 હતો. ત્યારે વર્ષ 2020-21 માં 9,315 ક્વિન્ટલનો ભાવ રહ્યો હતો અને મણનો ભાવ 1863 રહ્યો હતો. વર્ષ 2021 -22 માં 9,600 ક્વિન્ટલનો ભાવ રહ્યો હતો અને મણનો ભાવ 1920 રહ્યો હતો. વર્ષ 2022-23 માં 12,058 ક્વિન્ટલનો ભાવ રહ્યો હતો અને મણનો ભાવ 2411 જેવો રહ્યો હતો. વર્ષ 2023-24 માં ક્વિન્ટલનો ભાવ 13,998 અને મણનો ભાવ 2800 રહેવા પામ્યો હતો. વર્ષ 2024-25 માં 14007 ક્વિન્ટલનો ભાવ અને મણનો ભાવ સરેરાશ 2801 રહ્યો હતો. આમ છેલ્લા પાંચ વર્ષમાં તલના ભાવમાં વધારો જરૂર થયો છે.

You may also like

Leave a Comment