દેશભરમાં ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક રક્ષા બંધનનો તહેવાર આગામી 9મી ઓગસ્ટના રોજ ઉજવાશે. ત્યારે રક્ષા બંધન પહેલા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ-પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ અને કાર્યકરો દ્વારા વેરાવળ ખાતે વડાપ્રધાનને રાખડીઓ મોકલવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુષકિયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.ભારતમાં હર્ષોલ્લાસ સાથે ભાઈ-બહેનના પ્રેમને ઉજાગર કરતું રક્ષાબંધનનું પર્વ હવે નજીકના દિવસોમાં છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાળકીના જન્મથી મરણ સુધીની અનેક યોજનાઓ લાવી અને બહેનોને સશક્ત બનાવેલી છે. સાથે જ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દીર્ઘાયુષ્ય બક્ષે એવા આશિષ સાથે વેરાવળથી દિલ્હી નરેન્દ્ર મોદીને રાખડી મોકલવામાં આવી હતી.આ કાર્યક્રમમાં વેરાવળ પાટણ શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુષકિયા, મહામંત્રી સવિતાબેન મહેતા, ભાનુબેન તોનીયા,મમતાબેન મિશ્રા, આરતીબેન વણિક, ચંદ્રિકાબેન નિમાવત, જ્યોત્સનાબેન ટાંક,રેખાબેન કવા, શાંતાબેન પંડિયા,ચંદ્રિકાબેન માવદિયા,જનાકબા, ધનકુંવરબા, રેવંતીદેવી સહિતની મહિલાઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડી મોકલાઈ હતી.ભાજપ મહિલા મોરચા પ્રમુખ ઉષાબેન કુષકિયાએ જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાખડીના કવર મોકલતા હોઈએ અને એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે વડાપ્રધાનને ભગવાન ખુબ દીર્ઘાયુ આયુષ્ય આપે અને આવી જ રીતે બહેનો માટે નવી-નવી યોજનાઓ લાવી બહેનોને મદદરૂપ થાય. તેવી ભવિષ્યમાં યોજનાઓ આવે અને આ રાખડીના કવર ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલ અર્પણ કરી હતી અને તેમના ચરણમાં ધરી હતી.
29
previous post

