સાબરકાંઠામાં ભાવફેરને લઈને સાબર ડેરીની બહાર પશુપાલકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન પોલીસ અને પશુપાલકો વચ્ચે ઘર્ષણમાં 47 જેટલા પશુપાલકોને અટકાયત થઈ હતી. જેમના જામીન માટે આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં 41 પશુપાલકોને બિનશરતી જામીન મંજૂર કરવામાં આવ્યા છે.સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખથી વધારે પશુપાલકોએ 14 મી જુલાઈએ સાબર ડેરી ખાતે ઉગ્ર દેખાવો કર્યા હતા. જોકે અચાનક થયેલા પથ્થર મારા બાદ ટીયર ગેસના સેલ છોડી સમગ્ર પરિસ્થિતિ કાબુમાં લેવાઈ હતી. જે દરમિયાન 47 જેટલા પશુપાલકોની અટકાયત થઈ હતી. જેમની સામે પોલીસ વહીવટી તંત્ર દ્વારા 309 જેવી કલમો નાખવામાં આવી હતી. જોકે આજે સેશન કોર્ટ હિંમતનગર ખાતે સમગ્ર કેસ મામલે પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે. તેમજ તમામ 41 જેટલા પશુપાલકોને બિનશરતી જામીન આપવામાં આવ્યા છે. જેના પગલે સમગ્ર કિસાન આલમમાં ખુશી વ્યાપી છે. તેમજ આવનાર સમયમાં અન્ય બાકી રહેલા છ જેટલા પશુપાલકોને પણ જામીન બાકી છે. જે આ કેસનો ચુકાદો આવતા તમામના બિનશરતી જામીન થઈ શકશે.આ અંગે સરકારી વકીલ અરવિંદ પટેલે જણાવ્યું કે, ગત સોમવારે જે બનાવ બન્યો હતો, તે અનુસંધાને સાબર ડેરી ખાતે હાજર PIએ ખેડૂતો સામે જે ફરિયાદ આપી હતી, તે ફરિયાદના અનુસંધાને કેટલાક ખેડૂતો-પશુપાલકોને અટકાયત કરવામાં આવી હતી અને તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ આરોપીઓને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરેલા અને રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ ફરિયાદની હકીકત અને અમારી જે માગણી હતી તે ધ્યાને લઈને કોર્ટે આરોપીઓના રિમાન્ડ નામંજૂર કર્યા છે.સરકારી વકીલે વધુમાં કહ્યું કે, ત્યારબાદ આરોપીઓ ન્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવેલા અને સબજેલ ખાતે રહેલા. ત્યાર બાદ આરોપીઓએ જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરેલી, તેનું સુનાવણી કરવામાં આવી હતી. શનિવારે 19 તારીખે તેની સુનાવણી થઈ અને નામદાર કોર્ટે આજે 21 તારીખે અરજદાર આરોપીઓના જામીન મંજૂર કર્યા છે અને દરેક અરજદારે 15 હજારના જામીન આપ્યેથી જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે. 41 પશુપાલકોની જામીન અરજી મંજૂર થઈ છે અને બાકીના 6 પશુપાલકોની જામીન અરજી આવતીકાલે રાખેલી છે.
28
previous post

