36
સુરતના માંગરોળમાં અકસ્માતની વિચિત્ર ઘટના સામે આવી છે. જ્યાં કારચાલકે વૃદ્ધાનો જીવ લીધો છે. રસ્તા પર સૂતેલા વૃદ્ધા પર કાર ચડાવી દેતાં વૃદ્ધાનું કરૂણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ જોઈને તમે પણ ધ્રુજી ઉઠશો.માંગરોળના કોઠવા ગામનો આ બનાવ છે, જેના સીસીટીવી સામે આવ્યા છે. જ્યાં દરગાહ પાસે રસ્તામાં સૂતેલી 70 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે. હાથ અને છાતીના ભાગે ફોરવ્હીલ ચડી જતાં ગંભીર ઇજાઓને કારણે મહિલાનું મોત નીપજ્યું છે. મહિલાને સારવાર માટે તડકેશ્વરની શિફા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યારે મહિલાનું મોત નીપજતાં કોસંબા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.નોંધનીય છે કે, ગાંધીનગરમાં પણ અકસ્માતની એક ઘટના બની હતી. આજે સવારે સરગાસણ ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં BMW કાર ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતુ. આ અકસ્માતમાં આધેડનું મોત નીપજ્યું હતુ. આ અકસ્માતમાં સ્થાનિક લોકો કાર ચાલક નશામાં હોવાનો આક્ષેપ કરી રહ્યા છે. કાર ચાલકને ગંભીર ઇજા પહોંચતા તેને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.ગાંધીનગરના સરગાસણ વિસ્તારમાં આજે સવારે કાર અને ટુ વ્હીલર વચ્ચે માર્ગ અકસ્માત સર્જાયો હતો. કારચાલકે ટુ વ્હીલર પર સવાર એક આધેડને અડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. સ્થાનિક લોકોએ કારચાલક નશામાં હોવાના આક્ષેપ કર્યો છે. આ આખો અકસ્માત સીસીટીવીમાં કેદ થઈ ગયો છે.

