માલદાર બનવા મજૂરે મદિરા વેચવાનું કર્યું નક્કી જુનાગઢ પોલીસે સમગ્ર કારસ્તાનને પાડ્યું ખુલ્લુ

by JAYENDRA UPADHYAY
0 comments

માલદાર બનવા મજુરે મદિરાનો સાથ લીધો પરંતુ જુનાગઢ પોલીસની નજરમાં ચળી જતા પોલીસે જુનાગઢના ખામધ્રોળ વિસ્તારમાં રહેતા જયદીપ બોરીચા નામના મજુરની અટકાયત કરીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે. જયદીપ બોરીચા પોતે મજૂર હતો, પરંતુ માલદાર બનવા માટે તેણે મદિરા વેચવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો. જેને આજે પોલીસે ખુલ્લો પાડીને તેની અટકાયત કરી છે.જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આજે મોટી સફળતા મળી છે. મજૂરી કરતો હોવા છતાં પણ માલદાર બનવાનુ સપનું જોઈને બેઠેલો જુનાગઢનો મજુર જયદીપ બોરીચાએ મદિરા વેચવાનું શરૂ કરતાં જ પોલીસે આજે મજુરનું મદિરા વેચીને માલદાર બનવાનું સપનુ નિષ્ફળ બનાવ્યુ છે. જુનાગઢના ખામધ્રોલ વિસ્તારમાં રહેતો જયદીપ બોરીચા નામનો મજુર મજુરીની આડમા મદીરાનો વ્યવસાય કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવતા આજે પોલીસે જૂનાગઢના ખામધ્રોલ વિસ્તારમાંથી જયદીપ બોરીચાને 3,42,160 કિંમતની પર પ્રાંતીય દારૂની બોટલ સાથે પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી શરૂ કરી છે.જુનાગઢ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને જયદીપ બોરીચા નામનો મજુર મજૂરીની આડમાં માલે તુઝાર થવા માટે મદિરા વેચીને ગેર કાનુનીની કૃત્ય કરી રહ્યો છે. આવી ચોક્કસ બાતમીને આધારે જયદીપ બોરીચાના ઘરની સામે તેના અન્ય પરિવારજનના ખાલી પ્લોટમાં પરપ્રાંતિય દારૂની બોટલો છુપાવી હતી જ્યાં પોલીસે તપાસ કરતા અહીંથી મોટા પ્રમાણમાં દારૂ મળી આવ્યો હતો. સમગ્ર મામલામાં જુનાગઢ પોલીસ સુરેન્દ્રનગરના ફરાર આરોપી ચાપરાજ કપરાડાને પણ પકડી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આજે જુનાગઢ પોલીસે કરેલી બીજી કાર્યવાહીમાં જૂનાગઢનો અનવર કેશુભાઈ રાઠોડ નામનો બુટલેગર કે જે પોતાના ઘરે ગાંજો રાખીને તેનું ગેર કાયદેસર રીતે વેચાણ કરીને નશાનો કારોબાર કરી રહ્યો છે. તેવી પૂર્વ બાતમીને આધારે અનવર રાઠોડના ઘરે પોલીસે તપાસ કરતા અહીંથી તેની પાસેથી 01 કિલો 340 ગ્રામ ગાંજો ઝડપી પાડીને આરોપી અનવર રાઠોડ સામે એન.ડી.પી.એસ એક્ટ નીચે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અનવર રાઠોડ જૂનાગઢમાં રિક્ષા ડ્રાઇવર તરીકે પોતાની ઓળખ આપીને આ પ્રકારે નશાકારક પદાર્થોના વેચાણ સાથે સંકળાયેલો જોવા મળ્યો હતો.

You may also like

Leave a Comment