વડોદરામાં વ્યાજખોરોનો આતંક, ત્રણ મહિના સુધી પુત્રને રુમમા પુરી રાખ્યો

by JAYENDRA UPADHYAY
0 comments

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં એક વિધવા મહિલા સાથે માનવતાને શરમાવે તેવી ઘટના બની છે. એકલાયી જીવન જીવતી રમીલાબેન બજાણીયાને તેના ભત્રીજીના લગ્ન અને પુત્રના શ્રાધ માટે માત્ર 1 લાખ રૂપિયા વ્યાજે લેવા ભારે પડી ગયા હતા. વ્યાજના પૈસા ચૂકવ્યા બાદ પણ શારદાબેન દાવા અને તેના પુત્ર નરેન્દ્ર દાવાએ વધુ 1 લાખની માંગણી કરી અને મહિલા સામે અત્યાચાર શરૂ કર્યો હતો.રમીલાબેનના જણાવ્યા મુજબ, તેમણે કુલ ₹1.40 લાખ ચુકવી દીધા હોવા છતાં બંને વ્યાજખોરોએ વધુ એક લાખની માંગણી કરી હતી. પૈસાની વ્યવસ્થા ન થઇ શકતાં તેઓએ રમીલાબેનના માનસિક અસ્વસ્થ પુત્ર નરેશને ઘરમાં પૂરી દીધો અને ત્રણ મહિના સુધી બહારથી તાળું મારી તેને કેદ રાખ્યો હતો.શારદાબેન અને નરેન્દ્ર દાવાએ રમીલાબેનને નિયમિત ધમકી આપી કે જો રૂપિયા નહીં આપશો તો જાનથી મારી નાખીશું. તેમની પાસે મકાનના દસ્તાવેજો અને પાવતીઓ પણ લઈ લીધા હતા. મહિલાનું કહેવું છે કે બંને માતા – પુત્ર તેમને જાહેરમાં અને ઘરમાં ચપ્પલથી મારતાં હતાં. મહિલાએ ડુમો ભરેલ હૃદય કરી કહ્યું કે, ” એ લોકો બીજા એક લાખ માગે છે, હું ક્યાંથી લાવું? મારી પાસે તો રહેવા ખાવા માટે પણ નથી. “આ મામલે સમાજના યુવાન રવિરાજસિંહ સોલંકીએ રમીલાબેનની વેદનાને સમજીને તાત્કાલિક ઘરના તાળા તોડી નરેશને મુક્ત કરાવ્યો અને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ માંજલપુર પોલીસ સ્ટેશને આરોપી શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા સામે IPC કલમ 208(2), 127(2) તથા નાણા ધીરનાર એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.વડોદરા સિટી ACP પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરી સામે ચાલી રહેલી ઝુંબેશ હેઠળ આ કેસને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. બંને આરોપીઓને ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.ફરિયાદી રમીલાબેને જણાવ્યું કે, એ લોકો મને દર મહિને વ્યાજ માટે ત્રાસ આપે છે. મારા દીકરાને ઘરમાં પુરીને મારમાર કર્યો. મારી પાસે આજે જમવા માટે પૈસા નથી, તો પૈસા ક્યાંથી લાવું?ડોદરા ACP પ્રણવ કટારીયાએ જણાવ્યુ કે, આ મામલો ગંભીર છે. નાણાકીય શોષણ સાથે માનવ અધિકાર ભંગ થયો છે. બંને આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.સામાજિક કાર્યકર રાજસિંહ સોલંકીએ જણાવ્યું કે, મને આ વાતની જાણ થતા હું સ્થળ પર આવ્યો હતો. મને રમીલાબેનની હાલત જોઈ સાંભળીને રડવું આવી ગયું. અને મેં પોલીસ મથકે જાણ કરી હતી. આવા વ્યાજખોરો સામે કડક પગલાં લેવાં અત્યંત જરૂરી છે. સરકાર અને પોલીસ તંત્ર આવી ઘટનાઓ સામે કડક કાર્યવાહી કરે તેવી લોકની અપેક્ષા છે.

You may also like

Leave a Comment