પાલનપુરમાં મુસ્લિમ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યું, કહ્યું-“અમે સરકાર સાથે છીએ”

by JAYENDRA UPADHYAY
0 comments

બનાસકાંઠા : જમ્મુમાં બનેલી આતંકી ઘટના સામે પાલનપુરના ઢાળવાસ બજારના મુસ્લિમ વેપારીઓએ ભારોભાર વિરોધ નોંધાવ્યો છે. સાથે જ એક દિવસ પોતાના ધંધા-રોજગાર સંપૂર્ણ બંધ રાખીને આતંકી કૃત્ય કરનારા લોકોને ઝડપી કડકમાં કડક સજા કરવાની માંગ કરી છે.જમ્મુ કાશ્મીરના પહલગામમાં બનેલી આતંકી ઘટનામાં નિર્દોષ 26 પ્રવાસીઓના મોત થયા છે, જેથી દેશભરમાં આતંકવાદ અને પાકિસ્તાન સામે રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુરમાં તમામ હિન્દુ સંગઠનોએ આક્રોશ સાથે મહારેલી કાઢી આતંકવાદ અને પાકિસ્તાન સામે પોતાનો વિરોધ નોંધાવ્યો અને કલેક્ટર કચેરીએ આવેદન પત્ર આપી સરકારને અપીલ કરી કે, પાકિસ્તાનને મુહતોડ જવાબ આપે. સાથે જ હિન્દુ સંગઠનના લોકોએ પાકિસ્તાન વિરોધી નારા પણ લગાવ્યા હતા.મુસ્લિમ સમાજના લોકોએ કહ્યું કે, આતંકી ઘટનાના વિરોધમાં આજે પાલનપુરમાં બે કલાકનું બજારો બંધ રાખવાનું એલાન આપવામાં આવ્યું હતું. પરંતુ જે આતંકી ઘટનામાં 26 લોકોના મોત થયા છે, તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે આખા દિવસ સંપૂર્ણ બજારો બંધ રાખીને આતંકી ઘટનાનો વિરોધ નોંધાવ્યો છે. સરકારને અમારી અપીલ છે કે આ લોકોને વહેલી તકે ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે.

You may also like

Leave a Comment