ગુજરાત અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા બાબતના અધિનિયમ -૧૯૮૫ તળે આરોપીઓ વિરુધ્ધ રજુ થયેલ દરખાસ્ત મુજબ જિલ્લામાં ગેરકાનુની રીતે વિદેશી દારૂ ચોરી છુપીથી મોટા પ્રમાણમાં લાવી ગેર કાયદેસર રીતે દારૂનું આરોપીઓ દ્વારા મોટા પ્રમાણમાં વેચાણ થતું હોઈ અસામાજીક પ્રવૃત્તિ બાબતે પોલીસ વિભાગ દ્વારા જુદાં જુદાં ગુન્હા કામે પકડવામાં આવેલ અંદાજે એક કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાનો વિદેશી દારૂ આશરે કુલ ૨૭૦૦૦ લિટર જથ્થો કબ્જે કરવામાં આવેલ હોઈ છેલ્લા ૧૯ દિવસમાં કુલ – ૭ આરોપીઓ વિરુધ્ધ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી કચ્છ – ભુજ દ્વારા પાસા કાયદા તળે વોરંટ ઈસ્યુ કરી આરોપીઓને જેલ હવાલે કરવા અટકાયત હુકમ કરવામાં આવેલ છે. – આરોપીઓની આવી અસામાજિક પ્રવૃત્તિઓના કારણે ગરીબ, મધ્યમ વર્ગના લોકો તથા નાની ઉંમરના યુવાઓ ઉપર તેની ખૂબ જ માઠી અસર પડી શકે તેમ છે. તેથી આવી પ્રવૃત્તિથી જાહેર વ્યવસ્થા જાળવી રાખવાને પ્રતિકૂળ અસર થાય તેમ છે તેમજ આવી અસામાજિક પ્રવૃત્તિઓ સામાન્ય કાયદાથી તાત્કાલિક અટકાવી શકાય તેમ ન હોઈ ગુજરાત અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા બાબતના અધિનિયમ – ૧૯૮૫ હેઠળ અટકાયત અંગેના હુકમો કરી જાહેર વ્યવસ્થા જાળવી રાખવાના હિતમાં જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવેલ છે.
40

