ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર:44.5 ડિગ્રી તાપમાન, 9 તારીખ સુધી કચ્છ-સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી

by JAYENDRA UPADHYAY
0 comments

અમદાવાદ
ગુજરાતવાસીઓએ હવે આકરી ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન વિભાગે આગામી 9 તારીખ સુધી સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરી છે. જ્યારે 6 તારીખથી ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવની અસર વર્તાશે. હવામાન વિભાગે આજે કચ્છ જિલ્લામાં ઓરેન્જ અને રાજકોટમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. શુક્રવારે અમદાવાદ, ભાવનગર, ડીસા, નલિયા, રાજકોટ અને અમરેલી પણ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. આજે પણ આ શહેરોમાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. શુક્રવારે રાજ્યમાં સિઝનનું સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી 9 એપ્રિલ સુધી હીટવેવની આગાહી કરી છે. આજે કચ્છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જ્યારે રાજકોટ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

 

દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન, પશ્ચિમ મધ્ય પ્રદેશ અને મરાઠવાડામાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયુ છે. પવનની દિશાથી હવામાન ગરમ રહે છે અને ભેજથી કેટલીક જગ્યાઓએ ધુમ્મસ જોવા મળ્યું છે. રાજ્યમાં આવતીકાલથી 08 એપ્રિલ સુધીમાં મહતમ તાપમાનમાં ઉતરોતર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતાઓ છે. 4 એપ્રિલે રાજ્યમાં સિઝનનું સૌથી વધુ 44.5 ડિગ્રી તાપમાન ભુજમાં નોંધાયું હતું. જ્યારે અમદાવાદ સહિત અન્ય 8 શહેરોમાં પણ ગરમીનો પારો 40ને પાર પહોંચી ગયો હતો. ભરબપોરે તડકામાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાંથી વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોને મુક્તિ અપાઈ છે. જેમાં બપોરે 1થી 4 દરમિયાન શહેરનાં ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે એવો વડોદરા પોલીસ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ગરમીનો પારો વધી રહ્યો છે ત્યારે ભરબપોરે ગરમીમાં ડ્યૂટી બજાવતા ટ્રાફિક પોલીસ માટે એસી હેલ્મેટની વ્યવસ્થા કરાઈ છે, જ્યાં ટ્રાફિક જવાનો એસી હેલ્મેટનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ગરમીમાં શહેરીજનોની સુવિધા માટે હવે બપોરે 1થી 4 દરમિયાન ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે.

 

 

 

 

You may also like

Leave a Comment