૧૮ મી લોકસભા ભારત સરકારની પેટ્રોલીયમ અને ગેસ સમિતિમાં કચ્છ ના સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા સદસ્ય

by JAYENDRA UPADHYAY
0 comments

૧૮મી લોકસભા માં ભારત સરકારે ૨૪ સંસદીય સમિતિઓની રચના કરી છે. તેમાં પેટ્રોલીયમ અને નેચરલ ગેસમાં કચ્છ ના લોકસભા સાંસદશ્રી વિનોદભાઇ ચાવડા ને સમિતિ સભ્ય બનાવાયા છે.
લોકનાયક નરેન્દ્રમોદી સાહેબના ત્રીજા કાર્યકાળમાં વર્ષ ૨૦૨૪ – ૨૫ માટે ૨૪ સંસદીય વિભાગીય સ્થાયી સમિતિઓ ની રચના કરવામાં આવેલ છે. પેટ્રોલીયમ અને નેચરલ ગેસ કમિટી માંથી સુનિલ દતાત્રય તટકરેજી ના અધ્યક્ષ સ્થાને સમિતિમાં કચ્છ મોરબી લોકસભા સાંસદ સભ્યશ્રી વિનોદભાઇ ચાવડા નો સમાવેશ થયેલ છે.
સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યુ હતું કે, પેટ્રોલીયમ અને નેચરલ ગેસ સમિતિમાં નિર્ધારિત નીતિઓ, માર્ગદર્શી સિધ્ધાંતો અનુસાર સલાહ સુચન અમલીકરણ માટેની સમિતિ છે જેમાં મને સહભાગી થવાથી તક સાંપડી છે તે મારૂ સદભાગ્ય અને કાર્ય કરવાના સંકલ્પ ને પ્રોત્સાહન પુરૂ પાડયુ છે.

You may also like

Leave a Comment