ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવવા ખેડૂતોએ www.ikhedut.gujarat.gov.in આઈ ખેડૂત પોર્ટલ ઉપર જિલ્લાવાર અરજી કરવાની રહેશે. ખેડૂતોએ ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓના ઘટકો જેવા કે ખેત ઓજાર, એગ્રો સર્વિસ પ્રોવાઈડર, પાકમૂલ્ય વૃદ્ધિ, ફાર્મ મશીનરી બેંક, મિલેટ પ્રોસેસિંગ યુનિટ, તાડપત્રી, પાક સંરક્ષણ સાધનો, પાવર સંચાલિત પંપ સેટ્સ, સોલાર પાવર યુનિટ/કીટ, વોટર કેરીંગ પાઇપલાઈન અને રાઈડ ઓન સેલ્ફ પ્રોપેલ્ડ, મલ્ટીપર્પઝ ટૂલબાર માટે આઇ ખેડૂત પોર્ટલ દિન-૭ માટે ઓનલાઈન અરજીઓ મેળવવામાં ખુલ્લું મુકવામાં આવશે.
કચ્છ સહિત રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સુરેન્દ્રનગરમાં જિલ્લાના ખેડૂતો ૨૧/૦૯/૨૦૨૪ થી ૨૭/૦૯/૨૦૨૪ સુધી સવારે ૧૦.૩૦ કલાકથી વર્ષ ૨૦૨૪-૨૦૨૫ની વિવિધ સહાય મેળવવા માટે પોર્ટલ ઉપર અરજી કરી શકશે. ખેતીવાડીની યોજના હેઠળ લાભ મેળવવા માગતા હોય તેવા ખેડૂતમિત્રોને અરજી કરવા કચ્છ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી કિરણસિંહ વાઘેલા દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …