ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય,જાણો હવામાન વિભાગની આગાહી

by JAYENDRA UPADHYAY
0 comments

ગુજરાત પર હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. અમદાવાદ હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યા પ્રમાણે, આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે.હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, એ.કે. દાસે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં આગામી સાત દિવસ ક્યાંક ભારે તો ક્યાંક સામાન્ય વરસાદ વરસશે. આ સાથે તેમણે જણાવ્યુ કે, આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે. આ સાથે સુરત, તાપી, ડાંગ, પાટણ અને મહેસાણામાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

સોમવારે નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે ભરૂચ, ડાંગ, નર્મદા, સુરતમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાત પર હાલ બે સિસ્ટમ સક્રિય છે. માછીમારોને પહેલા બે દિવસ દરિયો ન ખેડવાની ચેતવણી આપાવામાં આવી છે. આ સાથે ત્રીજા દિવસે કોઇ ચેતવણી નથી જ્યારે ચોથા અને પાંચમા દિવસે પણ દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

You may also like

Leave a Comment