રાજકોટ અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરના 13 દિવસના રિમાન્ડ મંજૂર

રાજકોટ TRP અગ્નિકાંડ મામલે વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી. વેલ્ડિંગ કરનાર મહેશ રાઠોડ નામના શખસની​​​​ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી. મહેશ રાઠોડ ગઈકાલે પકડાયેલ આરોપી રાહુલ રાઠોડના કાકા છે. મહેશ રાઠોડ પણ સામાન્ય રીતે દાઝ્યા હતા. જેણે ખાનગી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. પોલીસ દ્વારા મહેશ રાઠોડની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જોકે મહેશ રાઠોડની ધરપકડ બાકી છે. આ ઉપરાંત જે જગ્યા પર TRP ગેમ ઝોન બનાવવામાં આવેલ હતું તે જગ્યાના માલિક અશોકસિંહ જાડેજા અને કિરીટસિંહ જાડેજાની પણ અટકાયત થઈ શકે છે. જ્યારે અત્યારસુધીમાં 17 લોકોના મૃતદેહ તેમના સ્વજનોને સોંપાયા છે. અત્યાર સુધીમાં પાંચ આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે વેલ્ડિંગ કરનારની પોલીસે અટકાયત કરી છે.

About JAYENDRA UPADHYAY

Check Also

ચીનના ખતરનાક વાયરસને ગુજરાતમાં એન્ટ્રી અમદાવાદમાં બે મહિનાનું બાળક પોઝિટિવ

અમદાવાદ ચીનના ખતરનાક વાયરસ HMPVની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »
× How can I help you?