વિકસિત ભારતના સંકલ્પની સાથે સરકારશ્રીની વિવિઘ જન કલ્યાણકારી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ચાલી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કચ્છ જિલ્લામાં માંડવી તાલુકાના જખણિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો. જે અન્વયે સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની ગ્રામજનોને જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને વિવિધ યોજનાઓની સહાય વિતરણ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમ અન્વયે મેરી કહાની મેરી જુબાની અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ પોતે મેળવેલ વિવિધ સહાયની સાફલ્ય ગાથા રજૂ કરી હતી. આ સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાભાર્થીઓને આયુષ્માન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિકસિત ભારત સંકલ્પ યાત્રાના ભાગરૂપે વિવિધ યોજનાઓ, પ્રધાનમંત્રી ઉજ્જ્વલા યોજના તથા કિશાન ક્રેડિટ સહિતની યોજનાઓની ગ્રામજનોને માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે સર્વે ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અન્વયે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો રેકર્ડ કરેલો સંદેશો સાંભળ્યો હતો. ભારતની વિકાસ યાત્રાને પ્રદર્શિત કરતી પ્રદર્શન ફિલ્મ પણ સૌએ નિહાળી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં.
કાર્યક્રમ સ્થળે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, ટેક હોમ રાશન થકી સગર્ભા-ધાત્રી માતા, બહેનો, કિશોરીઓ, બાળકોના પોષણ માટે અતિઆવશ્યક પોષણયુક્ત આહાર વિશે નાગરિકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પણ વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ ઉપરાંત અન્ય વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગામના પદાધિકારીઓ,અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ તથા શાળાના શિક્ષકશ્રીઓ, સ્ટાફ તેમજ ગ્રામજનો જોડાયા હતા.
Check Also
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. બનાસકાંઠાનું ડીસા 45.3 ડિગ્રી …