કચ્છમાં આગ લાગવાની ઘટનામાં છેલ્લા થોડા દિવસોમાં વ્યાપક પ્રમાણમાં વધારો થયો છે. આજે ભચાઉ તાલુકાના લલીયાણા ગામે ઘાસચારો ભરેલા એક ટેમ્પોમાં આગ લાગી ઉઠી હતી. આગની ઘટના માર્ગ ઉપર પસાર થતા પીજીવીસીએલના નબળા વિજ તારના કારણે બની હોવાનું ગ્રામજનોએ જણાવ્યું હતું. ઘટના આજે આજે શુક્રવાર સાંજે 5 કલાકે બની હતી. આગથી નુકસાન અટકાવવા ચાલકે ટેમ્પોને નજીકના પાણી ભરેલા તળાવમાં લઈ ગયો હતો. સદભાગ્યે આગની ઘટનામાં કોઈને ઈજા પહોંચી નથી પરંતુ કિંમતી ઘાસચારો અને ટેમ્પોમાં મોટું નુકસાન થવા પામ્યું છે.
આ અંગે લલીયાણા ગામના સરપંચ મહાવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, જંગી સામખયાળી માર્ગ ઉપર પીજીવીસીએલની વીજ લાઈન પસાર થાય છે, જેના વિજ તાર ઢીલા પડી જતા જમીન તરફ લળી રહ્યા છે અને તેના કારણે પસાર થતો ઘાસચારો ભરેલો ટેમ્પો વહન થતા વિદ્યુત પ્રવાહની લાઈનમાં અડકી જતા આગના કારણે સળગી ઊઠ્યો હતો. વીજ તંત્રની બેદરકારીના કારણે આ આગ લાગી હોવાનો આક્ષેપ સરપંચે કર્યો હતો.