યુનેસ્કો દ્વારા ૨૬ જુલાઈને વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે જે અંતર્ગત ૨૬ જુલાઈ ૨૦૨૩ના રોજ કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા કચ્છ જિલ્લામાં વિશ્વ મેન્ગ્રુવ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી અંતર્ગત કચ્છના પશ્ચિમ કાંઠાના મેન્ગ્રુવ વિસ્તારોના ગામો લક્કી, રોડાસર, ભૂટાઉ તથા નલિયા ખાતે મેન્ગ્રુવ બાબતે લોકજાગૃતિના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેન્ગ્રુવ રથનું પ્રસ્થાન કરાવીને દરિયા કિનારાના વિસ્તારોના લોકોને મેન્ગ્રુવના મહત્વ વિશે સમજ આપીને તેના સંરક્ષણ કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શાળાના બાળકોમાં ચિત્ર સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધાનું આયોજન કરીને બાળકોમાં મેન્ગ્રુવ બાબતે અભિરુચિ કેળવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. બાળકોને વન વિભાગ દ્વારા મેન્ગ્રુવ જંગલોની મુલાકાત કરાવીને મેન્ગ્રુવ બાબતે પ્રત્યક્ષ જાણકારી અપાઇ હતી. બાળકોને તેના બીજ, રોપા, વિવિધ જાતો તથા દરિયાના પાણીમાં ઊગવાની ક્ષમતાના અનુકૂલન બાબતે રોચક માહિતી સાથે મેન્ગ્રુવ સંરક્ષણની જરૂરિયાત બાબતે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત વન વિભાગ દ્વારા વિવિધ પદ્ધતિથી કરવામાં આવતા મેન્ગ્રુવના વાવેતર બાબતે બાળકોને સમજ આપવામાં આવી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …