અબડાસાના ધારાસભ્ય પ્રધુમનસિંહ આખી રાત કંટ્રોલરૂમમાં હાજર રહ્યા
ભુજ
નલિયા ખાતે બી પર જોઈ વાવાઝોડા ના ટકરાઓ બાદ સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ પર નજર રાખવા અને રાહત બચાવ કાર્ય પર મોનિટરિંગ કરવા માટે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા આખી રાત્રી નલિયા ખાતે કંટ્રોલરૂમમાં હાજર રહ્યા હતા આજે સવારે નલિયા ખાતે બીપોરજોય વાવાઝોડાના ટકરાવથી વિસ્તારમાં થયેલ નુકસાની સંદર્ભે તાલુકા કંટ્રોલ રૂમ મધ્યે વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ સાથે વિગતવાર માહિતી મેળવી અને સમીક્ષા કરવામાં આવી તેમજ હાલે શેલ્ટર હોલમાં અસરગ્રસ્તો ને ભોજન વ્યવસ્થા માટે જૈન સમાજ દ્વારા તથા અન્ય દાતાના સહયોગથી ભોજન તૈયાર કરવામાં આવ્યું છે.તેમજ રસ્તાઓ બ્લોક થયા છે તે ખુલા કરવા અને વીજળીના થાંભલા પડ્યા છે તેની પણ ચર્ચા કરી. અને હવામાન વિભાગ દ્વારા વરસાદ ની અગાઈ સંદર્ભે ચર્ચા કરી હતી.
Check Also
ઇંગ્લીશ દારૂનો નાશ કરતી અંજાર પોલીસ
બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડીયા તથા પોલીસ અધિક્ષક સાગર બાગમાર પુર્વ કચ્છ ની સુચના થી …