ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ ડીસ્ટ્રીક્ટ બ્રાન્ચ દ્વારા આજે વર્લ્ડ રેડક્રોસ ડે અને વર્લ્ડ થેલેસેમીયા ડે નીમીતે ભુજના જ્યુબીલી સર્કલ ખાતે થેલેસેમીયા જાગૃતિ અભિયાન હેઠળ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમનો દીપપ્રાગટ્ય કરીને ભુજના ધારાસભ્ય શ્રી કેશુભાઇ પટેલ, ફુડ અને ડ્રગ વિભાગના આસીસ્ટન્ટ કમીશ્નર શ્રી નૈમુદીન સૈયદ, જીલ્લા રોગચાળા નિયંત્રણ અધીકારી શ્રી જીતેશ ખુરશીયા, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન અરુણભાઇ જૈન, વાઇસ ચેરમેન વિમલભાઇ મહેતા, ટ્રેઝરર સંજયભાઇ ઉપાધ્યાય, સેક્રેટરી મીરાબેન સાવલીયાએ પ્રારંભ કરાવ્યો હતો.
આ કાર્યક્રમના પ્રારંભમાં ભુજના ધારાસભ્ય અને કચ્છ જીલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઇ પટેલે ઉપસ્થિત થેલેસેમીયાના બાળકો સાથે મુલાકાત કરીને તેમના વિશે જાણકારી મેળવી હતી.ખાસ કરીને અન્ય જીલ્લામાં મળતા ડીસ્ફેરમાઇન ઇન્જેક્શન કચ્છ જીલ્લામાં લાભાર્થીઓને ન મળતા હોવાની વાત રજુ કરી હતી.જેના પ્રત્યુતરમાં કેશુભાઇ પટેલે તુરંત વહીવટીતંત્રના સંબંધીત અધીકારીઓને યોગ્ય કરવા સુચના આપી હતી.આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભવોના હસ્તે ઉપસ્થિત થેલેસમીયા ગ્રસ્ત બાળકોને એજ્યુકેશન કીટનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે 8મી મેના દિવસને ઇન્ડીયન રેડક્રોસ ડે અને વિશ્વ થેલેસેમીયા દિવસ તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવે છે.ત્યારે આ દિવસે થેલેસેમીયા સંદર્ભે લોકોમાં જાગૃતી આવે તે માટે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી કચ્છ જીલ્લા દ્વારા વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ભુજના ધારાસભ્ય કેશુભાઇ પટેલે ઉદબોધનમાં જણાવ્યુ હતું કે થેલેસેમીયા જાગૃતી સંદર્ભે કામ કરતી સંસ્થાઓ ખુબ સારુ કામ કરી રહી છે અને સરકારની સંપુર્ણ સહાનુભુતી આ બાળકો સાથે છે.ખાસકરીને થેલેસેમીયાગ્રસ્ત દર્દીઓને હિંમત રાખવા તેમણે અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમમાં ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન અરુણ જૈન, વાઇસચેરમેન વિમલ મહેતા, ટ્રેઝરર સંજય ઉપાધ્યાય, સેક્રેટરી મીરા સાવલીયા, દક્ષેશ ત્રિપાઠી,પ્રિતેશ ઠક્કર, હેતલ મહેતા, જીગર શાહ,ડો.કૃતીકા જોષી સહીતના સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.