અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા કેટલાક દિવસથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. શહેરના બહેરામપુરા વિસ્તારમાં મર્ડર,લૂંટ અને ખંડણીના ગુનાના આરોપી રફીક વેપારીના ઘરે બુલડોઝર ચલાવવામાં આવ્યું છઅમદાવાદ શહેરના બહેરામપુરાના ફેસલનગરમાં રહેતા રફીક વેપારીના 3 માળના મકાન પર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, રફીક વેપારીએ કોઇપણ મંજૂરી વગર બહેરામપુરાના ફેસલનગર વિસ્તારાં ત્રણ માળનું મકાન બાંધ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલા જ ગેરકાયદેસર દબાણ હટાવવા માટે નોટિસ આપવામાં આવી હતી. નોટિસ આપવામાં આવી છતા ગેરકાયદેસર મકાનને હટાવવામાં આવ્યું નહેતું. તે બાદ કોર્પોરેશનની ટીમ પોલીસ કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચી હતી અને દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસના 50 કર્મચારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા.આ ઘટનાને લઇને ઇસનપુર પોલીસ સ્ટેશનના પીઆઇ બી.એસ.જાડેજાએ જણાવ્યું હતું કે, બહેરામપુરાના કાઉન્સિલર તસ્લીમ આલમ તિરમીઝી પાસેથી રફીક વેપારીએ 1.5 લાખની ખંડણી માંગી હતી. આ મામલે ઇસનપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો. રફીક વેપારી ઘણા દિવસથી ફરાર હતો જેને બે દિવસ પહેલા જ પોલીસે ઊંઝાથી ઝડપી લીધો હતો. તે બાદ અમદાવાદ લાવી દાણીલીમડામાં તેનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું. હવે રફીક વેપારીના ગેરકાયદેસર 3 માળના મકાન પર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
73
previous post

