ઇતિહાસમાં પ્રથમ વખત જૂનાગઢમાં યોજાઈ ફૂટબોલ ટુર્નામેન્ટ, 6 ટીમોએ લીધો ભાગ

by mahi
0 comments

IPLની માફક જૂનાગઢના ઇતિહાસમાં પ્રથમ વખત સ્થાનિક ફૂટબોલના ખેલાડીઓને પ્રાધાન્ય મળે અને ફૂટબોલ જેવી રમત અન્ય રમતોની સરખામણીએ આગળ વધે તે માટે ખાસ આયોજન થયું હતું. જે રીતે ક્રિકેટમાં ખેલાડીઓની હરાજીથી ટીમો બનાવવામાં આવે છે તેવી જ રીતે જુનાગઢની છ ફ્રેન્ચાઇઝીઓએ પણ સ્થાનિક ખેલાડીનું ઓક્શન યોજાયું હતું. ફાઇનલમાં સરમણ બિલ્ડર અને જૂનાગઢ યંગ વચ્ચે રમાઈ હતી, જેમાં જુનાગઢ યંગ ટીમે 3-2થી આ મેચ જીતી હતી.ફૂટબોલ ટુર્નામેન્ટમાં 6 અલગ અલગ ફ્રેન્ચાઇઝીઓ ભાગ લીધો હતો. લાયન સિગ્નેચર, કશ્યપ, જુનાગઢ યંગ, અગસ્થય, કરસન મેઘજી અને સરમણ બિલ્ડર જેવી ફ્રેન્ચાઈઝી દ્વારા હરાજી કરાઈ હતી, જેમાં 1000 પોઈન્ટ થી લઈને 1 લાખ પોઇન્ટ સુધીના ખેલાડીઓને ખુલ્લા મંચ ઉપરથી હરાજી કરીને આવા ખેલાડીઓની એક ટીમ બનાવવામાં આવી હતી.હરાજીમાં સામેલ થયેલા ખેલાડીઓને ફ્રેન્ચાઇઝી દ્વારા પસંદ કરવામાં આવ્યા હતા તેને ટીમમાં સ્થાન મળ્યું હતું, પરંતુ જે ખેલાડીઓની પસંદગી છ ફ્રેન્ચાઇઝીઓ દ્વારા પોતાની ટીમ માટે કરવામાં આવી ન હતી. આવા ખેલાડીઓની પણ એક અલગ ટીમ બનાવીને આ તમામ ટીમો વચ્ચે ફૂટબોલના મેચ રમાડવામાં આવ્યા હતા જેમાં ફાઇનલ મેચ સરમણ બિલ્ડર એફ.સી અને જૂનાગઢ યંગ એફ.સી વચ્ચે રમાઈ હતી, જેમાં જુનાગઢ યંગ એફ.સી એ 3-2 થી ફાઇનલ મેચ જીતી લીધી હતી.આ ટુર્નામેન્ટમાં ભારતના રાષ્ટ્રીય ફૂટબોલ ટુર્નામેન્ટ રમી ચૂકેલા પ્લેયર પ્રથમ સોમાણી એ ખાસ ભાગ લીધો હતો. ગુજરાત અને ભારતની ટીમમાંથી રમીને જૂનાગઢને અગાઉના વર્ષોમાં પ્રથમે ગૌરવ અપાવ્યું છે. જુનાગઢ કક્ષાએથી આ પ્રકારની ફૂટબોલની ટુર્નામેન્ટનું આયોજન થાય અને તેમાં રમવા માટે ખેલાડીઓ સામેલ થાય જેથી જૂનાગઢ માંથી પણ એક મજબૂત અને સક્ષમ ફૂટબોલ ની ટીમ રાજ્ય કક્ષાએ મોકલી શકાય તે પ્રકારનું આયોજન પણ ગુજરાત ફૂટબોલ એસોસિએશન દ્વારા ખાસ ધ્યાને રાખીને આ પ્રકારની ટુર્નામેન્ટનું આયોજન જૂનાગઢ માં કરાયું હતું જેમાં જુનાગઢ યંગ એફ.સી વિજેતા બની હતી.

You may also like

Leave a Comment