ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ ડેમની સપાટી 136.33 મીટર પહોંચી છે. ડેમ તેની મહત્તમ સપાટીથી 2.35 મીટર દૂર છે. ચાલુ સીઝનમાં ડેમની સપાટી બીજી વખત 136 મીટરને પાર થઈ હતી. હાલ ડેમમાં 93.69 ટકા પાણીનો સંગ્રહ છે. નર્મદા ડેમમાં પાણીની આવકના પગલે ડેમના 10 દરવાજા 1.04 મીટર ખોલવામાં આવ્યા હતા. આ દરવાજામાંથી 1,20,112 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું. જેના કારણે નર્મદા નદીની સપાટીમાં પણ વધારો થયો હતો.રાજ્યમાં સિઝનનો સરેરાશ વરસાદ 107.83 ટકા છે. કચ્છમાં સિઝનનો સૌથી 135.95 ટકા વરસાદ વરસ્યો છે, જ્યારે કચ્છમાં સૌથી ઓછો 93.43 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં 118.72 ટકા, દક્ષિણ ગુજરાતમાં 110.86 ટકા, પૂર્વ મધ્યમાં 110.10 ટકા વરસાદ વરસ્યો છે.રાજ્યમાં 140 ડેમ હાઈ એલર્ટ પર છે, જ્યારે 109 ડેમ સો ટકા ભરાયેલા છે. રાજ્યમાં 62 ડેમ 70 થી 100 ટકા, 17 ડેમ 50 થી 70 ટકા, 9 ડેમ 25 થી 25 ટકા ભરાયેલા છે. 9 ડેમ 25 ટકાથી ઓછા ભરાયેલા છે. રાજ્યમાં 18 ડેમ એલર્ટ અને 13 ડેમ વોર્નિંગ પર છે. માછીમારોને 16 સપ્ટેમ્બર સુધી દરિયો નહીં ખેડવા સલાહ આપવામાં આવી હતી.
172

