દાહોદ સબજેલમાં કેદીએ કરી આત્મહત્યા

by mahi
0 comments

આશરે એક મહિના પહેલા રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુપડી ગામના 21 વર્ષીય અંબાલાલ ઉર્ફે રાજેશ વિરુદ્ધ સગીર વયની બાળકીને લગ્નના ઇરાદે ભગાડી જવા મામલે દાહોદના બી ડીવીઝન પોલીસ મથકે ગુનો દાખલ થતાં પોલીસે અટકાયત કરી, કોર્ટમાં રજૂ કરતાં અંબાલાલને જયુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા બાદ ગત મોડી રાત્રે આત્મહત્યા કરી લેતા જેલ તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. પ્રાંત અધિકારી DYSP સહિતના અધિકારીઓએ જેલ ખાતે પહોચી પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ મોકલ્યો હતો.મૃતક મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો, અને દાહોદના જેકોટ ખાતે રહેતી સગીર વયની કિશોરીને દાહોદની નવજીવન કોલેજ ખાતેથી પોતાની સાથે ભગાડી લઈ ગયો હતો, ત્યારબાદ દાહોદ બી ડીવીઝન પોલીસ મથકે ગણો દાખલ થયા બાદ દાહોદની ડોકી ખાતે આવેલી સબજેલમાં કાચાકામના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો, તે દરમિયાન આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી.બનાવની જાણ પરિવારજનોને થતાં પરિવારજનો દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા, અને પરિવારજનો એ શંકા વ્યક્ત કરતાં જાણાવ્યું હતું કે, જ્યારે જેલમાં દરેક વસ્તુ પ્રતિબંધિત હોય છે, ત્યારે યુવકે કઈ રીતે આત્મહત્યા કરી તે વિશ્વાસ નથી થતો, જેલ સત્તાધીશો તેની મૂળ સ્થિતિના ફોટોગ્રાફ બતાવતા નથી. આત્મહત્યા મામલે પરિવારજનોને વાત ગળે નથી ઉતરી રહી.ઘટનાને પગલે પોલીસે મૃતદેહને દાહોદની ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડી ફોરેન્સિક પીએમ માટેની તજવીજ હાથ ધરી સમગ્ર મામલે આત્મહત્યાનું કારણ શોધવા માટે તપાસ હાથ ધરી છે.

You may also like

Leave a Comment