ગુજરાત પર ત્રણ સિસ્ટમ એક્ટિવ, અતિભારેથી અત્યંત ભારે વરસાદ થવાનું અનુમાન કરાયું

by mahi
0 comments
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે, રાજ્ય પર વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ જણાવે છે કે, ગુજરાત રિજન (સૌરાષ્ટ્ર-કચ્છ સિવાયનો ભાગ)માં આજના દિવસે અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જેમાં ત્રણ જિલ્લા અને કેન્દ્ર સાશિત પ્રદેશનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે ગાંધીનગરમાં ચાર દિવસ અતિભારે વરસાદ રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.રામાશ્રય યાદવ જણાવે છે કે, અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ સહિત દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ સિવાય સૌરાષ્ટ્રના અતિભારે વરસાદની આગાહીવાળા જિલ્લામાં જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે.24થી 27 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ છે, જેમાં ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જેમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સિવાય માછીમારોને પણ ચેતવણી આપવામાં આવી છે.હવામાન વિભાગે આગાહી કરી છે તેમાં અરવલ્લી, મહીસાગર, તાપી, ડાંહગ અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. જ્યાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

24મી તારીખ માટે આગાહી કરવામાં આવી છે તેમાં રાજ્યના અમુક જિલ્લા બાદ કરતા મોટાભાગના જિલ્લાઓમાં અતિભારે થી ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતમાં તથા રાજ્યની આસપાસ જે વરસાદી સિસ્ટમ બનેલી છે તેની અસરથી વરસાદી માહોલ રહેશે તેમ રામાશ્રય યાદવ જણાવે છે, તેઓ કહે છે કે, જેમાં મોનસૂન ટ્રફ, સાઈક્લોનિક સર્ક્યુલેશન, લો-પ્રેશર અરિયાનો સમાવેશ થાય છે, આ સિસ્ટમની અસરથી રાજ્યમાં અતિભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

You may also like

Leave a Comment