સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની વિદ્યાર્થિનીને સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ દ્વારા હેરાન પરેશાન તેમજ એસ.ટી બસમાં અપડાઉન કરતા શારીરિક છેડછાડ કરતા હોવાની ઘટનાને પગલે વિદ્યાર્થિનીએ આપઘાત કરી લીધો છે. પોલીસે આ મામલે બે વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધ હતી. તેમજ તપાસ દરમિયાન અન્ય ચાર વિદ્યાર્થીઓના નામ ખુલતા તમામની અટકાયત કરી કોર્ટમાં રજૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પરિવાર સહિત સમગ્ર કોલેજ પરિસરમાં ખળભળાટ સર્જાયો હતો. જોકે આ મામલે ફરિયાદ નોંધાતા જાદર પોલીસે વિદ્યાર્થિની સાથે અપડાઉન કરનારા અન્ય સાથી અભ્યાસ કરનાર મિત્ર તેમજ કોલેજ પરિવાર સામે પણ આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસને અન્ય ચાર વિદ્યાર્થીઓના નામ ખુલ્યા હતા. જે તમામની અટકાયત કરી વધુ તપાસ અર્થે કોર્ટમાં રજૂ કરાયા છે.આ અંગે ઈડરના DySP સ્મિત ગોહિલે જણાવ્યું કે, મૃતક વિદ્યાર્થિની મામલે મૃત્યુની દુષ્પ્રેરણા બદલ બે વિદ્યાર્થીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. તેમજ જાદર પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ અન્ય ચાર નામ ખોલતા પોલીસે તમામની અટકાયત કરી છે. સાથોસાથ અન્ય બે વિદ્યાર્થીઓની અટકાયત હજુ બાકી છે. ત્યારે આવનારા સમયમાં અન્ય બે વિદ્યાર્થીઓની પણ તપાસ હાથ ધરાઈ છે. પોલીસ અન્ય બે વિદ્યાર્થીઓની અટક કરી તેમને પણ કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ હાથ ધરશે.અભ્યાસકાળ દરમિયાન કોલેજમાં જતા આવતા એસ.ટી બસમાં થયેલી પજવણીથી નર્સિંગ કોલેજની વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો છે. ત્યારે હવે કોલેજમાં અપડાઉન કરનારા અન્ય વિદ્યાર્થીઓમાં પણ સામાન્ય પજવણી કરનારા વિદ્યાર્થીઓ માટે આ કિસ્સો સબકપાત્ર છે તે નક્કી છે.
58

