ભાવનગર જિલ્લો ડુંગળી પકવતો જિલ્લો છે. પરંતુ અહીં મગફળીનું પણ વાવેતર આશરે 1 લાખ હેક્ટરની આસપાસ થતું આવ્યું છે ત્યારે ચાલુ વર્ષમાં પણ મગફળીના થયેલા વાવેતર બાદ હવે મગફળીની આવક યાર્ડ સુધી પહોંચી રહી છે. ભાવનગર જિલ્લામાં મગફળીની આવક શરૂ થઈ છે. જોકે શરૂઆતમાં જ તેના ભાવ પણ સારા મળી રહ્યા છે.ભાવનગરમાં ડુંગળી સહિત મગફળીનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થાય છે. ભાવનગર જિલ્લામાં આવેલા તાલુકા પ્રમાણેના યાર્ડમાં મહુવા તાલુકામાં પ્રથમ સીઝનની મગફળીની આવકની શરૂઆત થઈ છે. મગફળીની આવકની સાથે તેના ભાવ પણ ગત વર્ષની સરખામણીએ સમતોલ છે.જોકે મગફળીને લઈને તેના જાણકાર શું કહે છે. ચાલો જાણીએ.ભાવનગર જિલ્લામાં આવેલા તમામ યાર્ડ પૈકી મહુવા તાલુકાના માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવકની શરૂઆત થઈ છે ત્યારે યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણીએ ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, ભાવનગર જિલ્લાના મહુવાના માર્કેટિંગ યાર્ડમાં હાલમાં સીઝનની શરૂઆતની 250 થી 300 થેલા જેટલી મગફળીની આવકની શરૂઆત થઈ છે. જોકે આ મગફળીની આવક હાલમાં શરૂ થઈ છે તે વહેલી થઈ છે. લોકો ઓળા તરીકે ચોમાસામાં આરોગતા હોય તે મગફળી હાલ યાર્ડમાં આવી રહી છે. પરંતુ એમ કહી શકાય કે માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે.મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, હાલમાં 15 દિવસ અગાઉ મગફળીની આવક શરૂ થઈ છે. પરંતુ પંદર દિવસ બાદ મગફળીની ખરી આવક શરૂ થશે. જોકે ગત વર્ષે મગફળીના ભાવ 900થી લઈને 1150 વચ્ચે રહેવા પામ્યા હતા. ત્યારે આ વર્ષે પણ વરસાદ સારો હોય અને પાક બગડવાની કોઈ ભીતિ નહી હોવાને પગલે ભાવનગર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ સારા મગફળીના ઉત્પાદનની આશા સેવી રહ્યા છે. સારું ઉત્પાદન થશે તો ખેડૂતોને ભાવ પણ સારા મળવાની શક્યતા રહી છે. જોકે મહુવા સિવાય કોઈ યાર્ડમાં મગફળી શરૂ થઈ નથી.
31

