મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વિશ્વામિત્રિ નદી પરના નદી પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ

by mahi
0 comments

મુંબઈ‑અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતના વડોદરા જીલ્લામાં આવેલ વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયો છે. આ પ્રોજેક્ટ માટે ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલોમાંથી આ સત્તરમાં નદી પુલ તરીકે વિશ્વામિત્રિ નદી પરનો પુલ પૂર્ણ થયેલો છે. આ પુલ જેની લંબાઈ 80 મીટર છે તે વડોદરા સુરત વેસ્ટર્ન રેલ્વેની મુખ્ય લાઇનને સમાંતર છે. આ પુલમાં ત્રણ થાંભલા છે- એક નદીના પ્રવાહમાં સ્થિત છે અને બે નદીના કાંઠે (દરેક કાંઠે,એક‑એક) છે. વડોદરા શહેરની શહેરી દૃશ્યરેખા દ્વારા પસાર થતો આ પુલ વડોદરા જીલ્લા માટે મહત્વપૂર્ણ નિર્માણના ઘટક રૂપે સેવા આપે છે. વડોદરા એક સૌથી વ્યસ્ત શહેરી કેન્દ્ર છે અને શહેરમાંથી પસાર થતો એક પુલ નિર્માણ કરવા માટે વિશિષ્ટ યોજના, વડોદરા મહાનગર પાલિકા અને અન્ય સ્થાનિક પ્રાધિકારીઓ સાથે સંકલન જરૂરી હતું. બુલેટ ટ્રેનની લાઈનદોરી વિશ્વામિત્રિ નદીમાંથી વડોદરા વિસ્તારમાં અને આસપાસમાં 9 અલગ અલગ સ્થળોએ પસાર થાય છે. મુખ્ય નદીના પુલ ઉપરાંત, બાકી આવેલા 8 ક્રોસિંગમાંથી 3 ક્રોસિંગ પહેલેથી જ પૂર્ણ થઈ ચુક્યાં છે અને અન્ય સ્થળોએ તાત્કાલિક નિર્માણ કાર્ય ચાલુ છે.એમએએચએસઆર કૉરિડોરમાં કુલ 25 નદીના પુલ છે, જેમાંથી 21 પુલ ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં છે.ગુજરાતમાં નિર્ધારિત 21 નદીના પુલમાંથી, નીચેની નદીઓ પરના 17 પુલ પૂર્ણ થઈ ચુક્યા છે: પાર (વલસાડ જીલ્લો), પુર્ણા (નવસારી જીલ્લો), મીંઢોળા (નવસારી જીલ્લો), અંબિકા (નવસારી જીલ્લો), ઔરંગ (વલસાડ જીલ્લો), વેંગણિયા (નવસારી જીલ્લો), મોહર (ખેડા જીલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જીલ્લો), કાવેરી (નવસારી જીલ્લો), ખરેરા (નવસારી જીલ્લો), મેશ્વ (ખેડા જીલ્લો), કીમ (સુરત જીલ્લો), દારોઠા (વલસાડ જિલ્લો), દમણ ગંગા (વલસાડ જીલ્લો) અને વિશ્વામિત્રી (વડોદરા જીલ્લો).

You may also like

Leave a Comment