38
તાજેતરમાં શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 9 થી 12 માં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ચૂક્યો છે. મહત્વનું છે કે પ્રથમ રાઉન્ડમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થતા હવે શિક્ષણ સહાયકો બીજા રાઉન્ડમાં ભરતી પ્રક્રિયા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા. બીજા રાઉન્ડની માંગ કરી રહેલા TAT પાસ થયેલા શિક્ષણ સહાયકો આજે ગાંધીનગર ખાતે સેક્ટર 19 ખાતે આવેલા સમીક્ષા કેન્દ્ર ખાતે એકઠા થયા હતા. શિક્ષણ સહાયકએ પોસ્ટરો બેનરો સાથે શિક્ષણ સૂત્રોચ્ચાર કરીને ભરતી પ્રક્રિયા માટે આવેદન પત્ર પણ પાઠવ્યું હતું. બીજા રાઉન્ડમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાના આંદોલન માટે ઉતરેલા શિક્ષણ સહાયકો દ્વારા વર્ગખંડને જીવંત કરવા ખાલી જગ્યા ભરો, કાયમી શિક્ષકો ભરો દેશનું ભવિષ્ય ઉજ્જવળ કરો તદુપરાંત અડધી ભરતી બાકી છે અમારી નોકરી પાકી છે, જગ્યા વધારો જગ્યા વધારો જેવા પોસ્ટર બેનર હાથમાં રાખીને શિક્ષણ સહાયકો દ્વારા રાઉન્ડ આંદોલન શરૂ કર્યું હતું.બીજા રાઉન્ડ આંદોલનમાં ઉતરેલા શિક્ષણ સહાયકની મુખ્ય માંગણી અંગે વાત કરતા જણાવ્યું હતું કે, જુના શિક્ષકોની બદલીથી તેમજ 31-5-2025નું રિટાયરમેન્ટ અને આચાર્ય માટેની ખાલી જગ્યાઓ એમ કુલ મળીને 5,000 થી વધારે જગ્યાઓ માટે બીજા રાઉન્ડમાં જગ્યા વધારીને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયાની અંગે માંગણી કરવામાં આવી રહી છે. ભરતી સમિતિ દ્વારા ઉમેદવારોની બે શાળામાં ફાળવણીથી ખાલી પડેલી જગ્યા પણ ભરવાની માંગ કરવામાં આવી રહી છે.આ ઉપરાંત હાયર સેકન્ડરીમાં અંદાજિત 1500 અને માધ્યમિક વિભાગમાં અંદાજિત 1400 એમ કુલ મળીને 2900 થી વધારે ખાલી પડેલી જગ્યાઓનું શું આ જગ્યાઓ સત્વરે બીજો રાઉન્ડ પાડીને લાયક ઉમેદવારોને ભરતી થયા તે અંગે રજૂઆત કરી હતી. બીજા રાઉન્ડમાં પહેલા રાઉન્ડની જેમ ખાલી પડેલી જગ્યાની કેટેગરીમાં ઉમેદવારોની મેરીટ પ્રમાણે જનરલ પ્લસ કેટેગરીની સીટ પસંદ કરવા માટે થઈ અને ભરતી પ્રક્રિયા થાય તે પ્રકારની માંગ શિક્ષણ સહાયકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે આજે આંદોલન કરવા ઉતરેલા શિક્ષકોની ઉંમર ૩૫ વર્ષ થવા આવી છે. ત્યારે આ છેલ્લો ચાન્સ હોવાની વાત પણ શિક્ષણ સહાયકો દ્વારા કરવામાં આવી રહી છે. હવે શિક્ષણ સહાયકની ભરતી નો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયો છે અને બીજા રાઉન્ડમાં બાકી રહેલી ભરતી પૂર્ણ થાય તે પ્રકારની માંગ સાથે આંદોલનના માર્ગે શિક્ષણ સહાયકો ઉતર્યા છે. ત્યારે હવે બીજો રાઉન્ડ પડે છે કે કેમ કે પછી શિક્ષકોને હાથ તાળી દેવી પડે છે.

