ગુજરાત ટાઇટન્સે ‘શુભારંભ 2026′ દ્વારા IPL 2026 માટેની પોતાની યાત્રાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદમાં યોજાયેલી આ ખાસ સાંજે સંપૂર્ણ ટીમ, ફ્રેન્ચાઇઝી માલિકો, ભાગીદારો અને ચાહકો એક મંચ પર એકત્રિત થયા હતા. આ પ્રસંગે ટીમના છેલ્લા પાંચ વર્ષની સફરને યાદ કરતાં સાથે સાથે આવનારી સિઝન માટે સ્પષ્ટ અને આગલી દિશામાં આગળ વધવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ફ્રેન્ચાઇઝીને વ્યાખ્યાયિત કરતી એકતા, મહત્વાકાંક્ષા અને ‘’ગુજરાત-ફર્સ્ટ’ વિચારધારાને રજૂ કરતા આ સાંધ્ય કાર્યક્રમમાં સ્મરણ, સન્માન અને સાંસ્કૃતિક ઉજવણીનો સમન્વય જોવા મળ્યો હતો.આ પ્રસંગે ટીમના રાજ્ય તથા તેના ચાહકો વચ્ચેનો ગાઢ સંબંધ વધુ મજબૂત બનાવ્યો હતો. સાથે જ આ પ્રસંગે યાદ અપાવ્યું હતું કે ગુજરાત ટાઇટન્સ મેદાન પર અને મેદાન બહાર બંને રીતે લીગની સૌથી ડાયનામિક, સતત પર્ફોર્મન્સ આપતી અને ચાહકો દ્વારા પ્રેરિત ફ્રેન્ચાઇઝીઓમાંની એક તરીકે વિકસી છે. પ્રથમ સિઝનમાં જ ટાઇટલ જીતવાની મજબૂત પરંપરા સ્થાપિત કરવાથી લઈને સતત અસરકારક પર્ફોર્મન્સીસ અને આઈપીએલમાં સૌથી સક્રિય ફેન કમ્યુનિટીમાંની એક કમ્યુનિટી વિકસાવવા સુધી, ગુજરાત ટાઇટન્સ સંસ્કૃતિ, નેતૃત્વ અને લાંબા ગાળાના વિઝન પર સ્પષ્ટ ધ્યાન સાથે આગળ વધી રહી છે.ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર અને ગુજરાત ટાઇટન્સના ચેરમેન શ્રી જિનલ મહેતા તેમજ ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર અને ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર શ્રી શાન મહેતાની હાજરી સાથે ટોરેન્ટ ગ્રુપના અન્ય સભ્યોની ઉપસ્થિતિએ ફ્રેન્ચાઇઝીના વિઝન અને મૂલ્યો પ્રત્યે લીડરશિપની સતત પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહ, હેડ કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા, જેના કારણે એકતાસભર નેતૃત્વ અને ટીમનો માહોલ વધુ સ્પષ્ટ બન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ હતું ટીમની સામૂહિક સફરની ઉજવણી, જેમાં સાતત્ય, વિકાસ અને મહત્ત્વાકાંક્ષા જેવા વિશાળ પરિપ્રેક્ષ્યમાં કેપ્ટન શુભમન ગિલની વિશેષ સરાહના કરવામાં આવી હતી.ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર અને ગુજરાત ટાઇટન્સના ચેરમેન શ્રી જિનલ મહેતા તેમજ ટોરેન્ટ ગ્રુપના ડિરેક્ટર અને ગુજરાત ટાઇટન્સના ડિરેક્ટર શ્રી શાન મહેતાની હાજરી સાથે ટોરેન્ટ ગ્રુપના અન્ય સભ્યોની ઉપસ્થિતિએ ફ્રેન્ચાઇઝીના વિઝન અને મૂલ્યો પ્રત્યે લીડરશિપની સતત પ્રતિબદ્ધતા દર્શાવી હતી. ચીફ ઓપરેટિંગ ઓફિસર કર્નલ અરવિંદર સિંહ, હેડ કોચ આશિષ નેહરા અને ડિરેક્ટર ઓફ ક્રિકેટ વિક્રમ સોલંકી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા, જેના કારણે એકતાસભર નેતૃત્વ અને ટીમનો માહોલ વધુ સ્પષ્ટ બન્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રબિંદુ હતું ટીમની સામૂહિક સફરની ઉજવણી, જેમાં સાતત્ય, વિકાસ અને મહત્ત્વાકાંક્ષા જેવા વિશાળ પરિપ્રેક્ષ્યમાં કેપ્ટન શુભમન ગિલની વિશેષ સરાહના કરવામાં આવી હતીમંદિરા બેદી દ્વારા સંચાલિત આ સાંધ્ય કાર્યક્રમમાં સંગીત, સંસ્કૃતિ અને ઉજવણીનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. ઊર્જાસભર ઓપનિંગ એક્ટ અને શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ટીમના થિયેટ્રિકલ અનાવરણ દ્વારા સમગ્ર ટીમને મંચ પર રજૂ કરવામાં આવી હતી. ભૂમિ ત્રિવેદી અને કિંજલ દવેના પર્ફોર્મન્સીસે આ અનુભવોને વધુ સમૃદ્ધ બનાવ્યો હતો, જેમાં સંગીત, નૃત્ય અને પરંપરાગત તત્વો દ્વારા રાજ્યની ઓળખ અને ફ્રેન્ચાઇઝીને વ્યાખ્યાયિત કરતી સામુદાયિક ભાવના જોવા મળી હતી.ગુજરાત ટાઇટન્સ આઈપીએલ 2026 અભિયાનની શરૂઆત 31 માર્ચે મુલ્લનપુર ખાતે પંજાબ કિંગ્સ સામેની મેચથી કરશે. ત્યારબાદ ટીમ 4 એપ્રિલે રાજસ્થાન રોયલ્સ સામેની પોતાની પ્રથમ હોમ મેચ માટે અમદાવાદ પરત ફરશે. મજબૂત ઓળખ, સ્પષ્ટ દિશા અને વધતા ફેન કનેક્ટ સાથે ગુજરાત ટાઇટન્સ ઉદ્દેશ્ય, ગતિ અને વિશ્વાસ સાથે આઈપીએલ 2026નો પ્રારંભ કરી રહી છે.
59

