ગાંધીધામ: પૂર્વ કચ્છ જિલ્લાના ગાંધીધામમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી) દ્વારા ગેરકાયદેસર એલપિજી ગેસ રીફિલિંગ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. માંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટા એલપિજી ગેસના બાટલામાંથી નાના બાટલામાં ગેસ ભરી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાની માહિતીના આધારે એલસીબી ટીમે દરોડો પાડ્યો હતો.
પૂર્વ કચ્છના પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચોક્કસ બાતમીના આધારે નિર્મલ કોમ્પ્લેક્સ વિસ્તારમાં આવેલી એક દુકાન પર રેડ કરી હતી. ત્યાંથી મોટા એલપિજી બાટલામાંથી નાના બાટલામાં ગેસ રીફિલિંગ કરી ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હોવાનું સામે આવ્યું હતું.
દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી લગભગ ₹50,000 કિંમતના 30 એલપિજી ગેસ બાટલા તેમજ ગેસ રીફિલિંગ માટે ઉપયોગમાં લેવાતા સાધનો કબજે કર્યા હતા. આ મામલે આરોપી સામે માંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.

