‘મારે એપ્સ્ટીન સાથે કોઈ લેવાદેવા નથી’ પુરાવા છતાં ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો દાવો

by minaj
0 comments

યુએસના કુખ્યાત સેક્સ્યુઅલ ઓફેંડર જેફરી એપ્સ્ટીન સાથે જોડાયેલી ફાઈલ્સ જાહેર કરવામાં આવતા દુનિયાભરમાં ખળભળાટ મચી ગયો છે. જેફરી એપ્સ્ટીનના યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ સાથેના ગાઢ સંબંધો હોવાના અનેક પુરાવા મળી આવ્યા છે, જેનાં કારણે ટ્રમ્પની ભારે ટીકા થઇ રહી છે. એવામાં ટ્રમ્પે ફરી એકવાર જેફરી એપ્સ્ટેઇન સાથેના સંબંધોનો ઇનકાર કર્યો છે.એક નિવેદનમાં ટ્રમ્પે જેફરી એપ્સ્ટીન સાથેના સંબંધો અંગે કહ્યું કે તેમની પાસે છુપાવવા માટે કંઈ નથી નથી, તેમણે સંપૂર્ણપણે નિર્દોષ હોવાનો દાવો કર્યો. એર ફોર્સ વન પર પત્રકારો સાથેની વાત કરતા  ટ્રમ્પે કહ્યું, “મારી પાસે છુપાવવા માટે કંઈ નથી. મારે જેફરી એપ્સ્ટીન સાથે કોઈ લેવાદેવા નથી.”ટ્રમ્પે કહ્યું, “એવી આશામાં તાપસ કરવામાં આવી રહી હતી કે મારી સામે પુરાવા મળશે અને તેમને તેનાથી ઉલટું જ કંઇક મળી આવ્યું. મને સંપૂર્ણપણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે.”ટ્રમ્પે એવો પણ દાવો કર્યો કે જેફરી એપ્સ્ટીને તેમના પોલિટિકલ કરિયરનો સપોર્ટ કરવને બદલે, તેમના વિરુદ્ધ કામ કરી રહ્યા હતા. ટ્રંપે કહ્યું, “સાચી વાત તો એ છે કે જેફરી એપ્સ્ટીન, એક લેખક સાથે મળીને, મને ચૂંટણી જીતવાથી રોકવા માટે પ્રયાસ કરી રહ્યો હતો.”નોંધનીય છે કે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ જેફરી એપ્સટિન સાથે તેના સંબંધો હોવાનો ઉલ્લેખ કરી ચુક્યા છે. 2002 માં ન્યૂ યોર્ક મેગેઝિન સાથેના ઈન્ટરવ્યુમાં, ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેઓ લગભગ 15 વર્ષથી એપ્સટિનને ઓળખે છે,  તેઓ પહેલી વાર 1987 ની આસપાસ મળ્યા હતા.ગયા મહિને યુએસના જસ્ટિસ ડીપાર્ટમેન્ટે એપ્સ્ટીને સાથે જોડાયેલી વધુ ફાઇલો જાહેર કરી હતી, લગભગ ત્રીસ લાખથી વધુ ડોક્યુમેન્ટ્સ, ફોટા અને વિડિઓઝ જાહેર કરવામાં આવ્યા. જસ્ટિસ ડીપાર્ટમેન્ટે જણાવ્યું કે તમામ ફાઈલ્સ જાહેર કરવામાં આવી છે, તેમની પાસે વધુ ફાઈલ્સ નથી, યુએસના કેટલાક સાંસદોએ એપ્સ્ટીન સાથે જોડાયેલા સરકારી મેમો, નોટ્સ અને ઇમેઇલ્સ પ્રકાશિત ન કરવા બદલ જસ્ટિસ ડીપાર્ટમેન્ટની ટીકા કરી રહ્યા છે.વર્ષ 2019 માં કસ્ટડીમાં એપ્સ્ટીનનું મૃત્યુ થયું હતું.

You may also like

Leave a Comment