પીએમ મોદી બે દિવસના પ્રવાસે મલેશિયા પહોંચ્યા, વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે સ્વાગત કર્યું

by minaj
0 comments

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસની મલેશિયા શનિવારે મલેશિયા પહોંચ્યા છે. તેવો કુઆલાલંપુર એરપોર્ટ પર પહોંચ્યા હતા તેની બાદ મલેશિયાના વડાપ્રધાન અનવર ઇબ્રાહિમે તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે પીએમ મોદીને પોતાની કારમાં બેસાડીને સાથે જ એક કાર્યક્રમ માટે રવાના થયા હતા.આ અંગે પીએમ મોદીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, “ભારત-મલેશિયા જનસબંધોની ઉજવણી કરી રહ્યું છે. હું અને વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ કુઆલાલંપુર માં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે સાથે જઈ રહ્યા છીએ.મલેશિયા પહોંચ્યા બાદ પીએમ મોદીએ એક્સ પર લખ્યું, “કુઆલાલંપુર પહોંચ્યો, મારા મિત્ર વડાપ્રધાન અનવર ઇબ્રાહિમ દ્વારા એરપોર્ટ પર કરવામાં આવેલા ઉષ્માભર્યા સ્વાગતથી હું ખૂબ જ પ્રભાવિત છું. હું તેમની સાથે વાતચીત કરવા અને ભારત અને મલેશિયા વચ્ચે મિત્રતાના બંધનને વધુ મજબૂત બનાવવા માટે આતુર છું.”

You may also like

Leave a Comment