અમદાવાદમાં અંધજન મંડળના દિવ્યાંગ વિદ્યાર્થીઓએ બનાવેલા માટીના દીવડા દિવાળીમાં રોશનીથી ઝગમગશે

by mahi
0 comments

દિવાળી એટલે પ્રકાશનું પર્વ, જ્યાં દરેક ઘરમાં દીવડાઓનું ઝળહળતું અજવાળું જીવનમાં નવી આશા અને ઉત્સાહ ભરી દે છે, પરંતુ અમદાવાદના વસ્ત્રાપુર ખાતે આવેલું ‘અંધજન મંડળ’ આ તહેવારને માત્ર રોશનીનો જ નહીં, પણ આત્મનિર્ભરતા અને આત્મસન્માનનો પર્વ બનાવે છે.અહીંના દિવ્યાંગ વિદ્યાર્થીઓ, પોતાની દ્રષ્ટિની ખામીને ક્યારેય નબળાઈ બનવા દીધા વિના, દર વર્ષની જેમ આ દિવાળીએ પણ માટીના સુંદર દીવડાઓ તૈયાર કરી રહ્યાં છે. વસ્ત્રાપુરના અંધજન મંડળના દિવ્યાંગ વિદ્યાર્થીઓ દિવાળી દરમિયાન માટીના દીવડાઓ બનાવે છે. અંધજન મંડળમાં છેલ્લા 15 વર્ષથી દીવડાવો, તોરણ,રાખડી, પેપર બેગ, પેપર ડિશ, બાંધણીના દુપટ્ટા, જેવી સીઝન પ્રમાણે લોકઉપયોગી વિવિધ વસ્તુઓ બનાવે છે. “અહીંયા દિવ્યાંગ વિધાર્થીઓ દિવડાઓ, તોરણ,પેપર બેગ,પેપર ડિશ, રક્ષાબંધનમાં રાખડી, બ્લોક પ્રિન્ટિંગ, બનાવે છે. અહીંયા 40 દિવ્યાંગ વિધાર્થીઓ છે, જે પોતાની ક્ષમતા મુજબ કામ કરે છે. દિવાળીમાં દિવડા બનાવવાનું કામ મોટું હોય છે. આ કામ અમે 4 મહિના પહેલાથી ચાલુ કરીએ છીએ.જેમાં મટીરીયલની ખરીદી, માલ ક્યાંથી લાવો, આ બધી તૈયારીઓ અમે કરીએ છીએ. દિવડા ખરીદવામાં લોકોનો સારો એવો પ્રતિસાદ છે. અત્યાર સુધીમાં અમે સવા લાખથી વધુ દીવડાઓ બનાવ્યા છે. વધુમાં તેમણે તોરણ વિશે કહ્યું કે, તોરણને આખું વર્ષ ખરીદારો મળતા હોય છે, પણ તહેવારના સમયમાં વધારે જતા હોય છે.”આ દિવ્યાંગ કારીગરો દ્વારા હાથથી બનેલા દરેક દીવડામાં માત્ર માટીનો આકાર જ નથી, પણ તેમના અદમ્ય ઉત્સાહ, મહેનત અને સ્વમાનભેર જીવન જીવવાની ઈચ્છાશક્તિનો પ્રકાશ છે. આ પ્રવૃત્તિ તેમને માત્ર આર્થિક ઉપાર્જન જ નથી આપતી, પણ સમાજમાં સન્માનભેર પોતાનું સ્થાન બનાવવાની હિંમત પણ આપે છે. આ દીવડા માત્ર ઘરને જ નહીં, પણ ખરીદનારના હૃદયને પણ એક અનેરી સંતોષની રોશનીથી ભરી દેશે.

You may also like

Leave a Comment