કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

by admin
0 comments

કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

કચ્છમાં આજે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આજે સવારથી જ રાજકોટ, અમરેલી, કચ્છ, જામનગર અને જૂનાગઢ જિલ્લામાં મેઘમહેર થઈ રહી છે. ખાસ કરીને કચ્છ જિલ્લામાં આવતીકાલે રવિવારે રેડ એલર્ટ જાહેર કરવામાં આવતા લોકોમાં ચિંતા વ્યાપી છે.

ભુજ શહેરમાં પણ સવારથી જ વરસાદી માહોલ છવાઈ ગયો છે. હવામાન વિભાગે નાગરિકોને ચેતવણી આપી છે કે આગામી 24 કલાક દરમિયાન ભારે થી અતિભારે વરસાદની શક્યતા છે, જેથી લોકો જરૂરી સાવચેતી રાખે.

👉 નાગરિકોને નીચાણવાળા વિસ્તારોમાં સતર્ક રહેવા, અનાવશ્યક બહાર ન નીકળવા અને તંત્રના માર્ગદર્શનનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે.

You may also like

Leave a Comment