32
અમદાવાદ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં 12 જેટલા ગુના કરનાર આરોપી પોલીસથી બચવા માટે 12 જ્યોર્તિલિંગના દર્શન કર્યાં સાથે ચારધામની યાત્રા કરી. છેવટે પોલીસ સકંજામાં આવતા ગુનાખોરીના માર્ગને જાકારો આપવાનું રટણ કરવા લાગ્યો હતો. વટવા પોલીસે છેલ્લા કેટલાક વર્ષથી હત્યા સહિતના ગંભીર ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો છે. ઓરિસ્સા પોલીસે હથિયાર સાથે આરોપીને ઝડપ્યો હોવાની જાણ થતાં જ પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીની ધરપકડ કરી છે.પોલીસ સકંજામાં ઉભેલા આ આરોપીનું નામ અભીષેક ઉર્ફે બબલુ કેશવસિંગ રાજપુત છે. મૂળ ઉત્તરપ્રદેશ અને વટવાનો રહેવાસી અભીષેક રાજપુત ડ્રાઇવીંગ કરે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી તે ઘરપકડથી બચવા માટે આમ તેમ ફરતો રહેતો હતો. પરંતુ કેટલાક દિવસ અગાઉ ભુવનેશ્વર ઓડીસ્સાના એરપોર્ટ પોલીસે આર્મ્સ એક્ટના ગુનામાં તેની ધરપકડ કરી હતી. જે બાબતની જાણ વટવા પોલીસને કરતા પોલીસે તેની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધમાં વટવા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં પ્રોહીબીશન, વર્ષ 2023માં હત્યાના પ્રયાસ અને લુંટ વીથ મર્ડરના ગુનામાં વોન્ટેડ હતો. આ ઉપરાંત અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશન જેમાં અમરાઇવાડીમાં 3, રામોલમાં 3, નારોલમાં 3 અને ક્રાઇમબ્રાન્ચમાં 2 ગુના દાખલ થઇ ચુક્યા છે.આરોપી હત્યા, મારામારી, રાયોટીંગ જેવા ગંભીર ગુના કરવાની ટેવ ધરાવે છે. જો કે પોલીસથી બચવા માટે તે સતત દેશના અલગ અલગ રાજ્યોમાં ફરતો હતો. તેણે 12 જ્યોર્તિલિંગના પણ દર્શન કર્યાં, ઉપરાંત ચાતધામ યાત્રા પણ કરી છે. જે કો 12 જ્યોર્તિલિંગના દર્શન બાદ તેના જીવનમાં જાણે કે પરિવર્તન આવ્યું હોય તેમ તેણે ગુનાખોરીનો માર્ગ છોડી દીધો હોય તેવું રટણ પોલીસ સમક્ષ કરી છે. તો બીજી તરફ પોલીસે તેણે અત્યાર સુધીમાં આચરેલા ગુનાઓને લઇને વધુ તપાસ હાથ ધરી છે.

